કપાસના ભાવ કેવા રહેશે : દેશમાં કપાસમાં આવક સિઝની સૌથી વધુ થવાથી કપાસના ભાવમાં સતત ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ કપાસની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે અને ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫નો ઘટાડો થયો હતો. રૂની બજારો વધતી નથી અને કપાસિયા-ખોળમાં ઘરાકી ન હોવાથી તેનો સપોર્ટ મળતો નથી, જેને પગલે બજારમાં નરમ ટોન જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૮૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૪૦ થી મહારાષ્ટ્રના રૂ.૧૫૩૦ થી ૧૬૨૦ના હતાં.


ગુજરાતમાં ખેડૂતોની વેચવાલી પણ આગામી દિવસમાં ઘટતી બજારમાં સુધારો આવી શકે…

કડીમાં મહારાષ્ટ્રની ૧૫૦ ગાડી અને કાઠીયાવાડની ૫૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૫૦ થી ૧૬૨૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૦૦ થી ૧૬૭૦નાં હતાં.


સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૧૫ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૭૪૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૧૫૦ થી ૧૩૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૦૦ થી ૧૬૭૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

રાજકોટમાં ૧૩ થી ૧૪ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૬૫૦ થી ૧૬૬૦, એપ્લસમાં રૂ.૧૬૨૦ થી ૧૬૪૦, એમાં રૂ.૧૬૦૦ થી ૧૬૨૦, બી ગ્રેડમાં રૂ.૧૫૫૦ થી ૧૫૮૦, સી ગ્રેડમાં રૂ.૧૫૦૦ થી ૧૫૩૦નાં હતાં.


દેશમાં કપાસની વિકમી એક દિવસીય આવક

દેશમાં રૂની આવક સિઝની સૌથી વધુ થઈ હતી. આજે વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૮૧ લાખ ગાંસડીની થઈ હતી. ઉત્તર ભારતમાં ૧૮ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૫ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૮ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં પર હજાર ગાંસડી, કર્ણાટકમાં ૧૧ હજાર, આંધ્ર પ્રદેશમાં નવ હજાર ગાંસડી, તેલંગણામાં ૨૬ હજાર ગાંસડી, તામિલનાડુમાં ૧૦૦૦ અને ઓરિસ્સામાં ૧૫૦૦ ગાંસડીની આવક થઈ હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment