Weather forecast gujarat : હજુ 5 દિવસ પડશે વરસાદ, કચ્છ, સોરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને સુરતમાં પંથકમાં રેડ એલર્ટ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

weather forecast gujarat Monsoon red alert and Yellow alert: હવામાન વિભાગે આજે મંગળવારે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ પંથકમાં પણ સારું એવો વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વરસાદની સિસ્ટમ

હાલ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૂરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

  • સતત ભારે વરસાદ વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના જલાલપુર તથા નવસારીમાં શાળા કોલેજ આંગણવાડીઓ બંધ રહેશે
  • દિલ્હી – એનસીઆરમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
  • ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ૧૨ રાજ્યોમાં ચોમાસુ ધમધોકાર
  • અમરનાથ યાત્રામાં ત્રણ જ દિવસમાં અડધો લાખ લોકોથી વધુ થિાવિકોએ બરફાની બાબાના દર્શન કર્યા
  • મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા વાયરસ ફેલાયો, બે ગર્ભવતી મહિલાઓ સહિત અડધો ડઝન કેસ નોંધાયા, ભયની લાગણી, આરોગ્યતંત્ર દોડતું થયું

હવામાન વિભાગ વરસાદની આગાહી

હવામાન વિભાગના મતે પાંચ દિવસ રાજયમાં ભારે વરસાદ વરસશે. આજે સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

સુરેદ્રનગર , જામનગર , જૂનાગઢમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. ૨૦ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

ક્યાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-ઉત્તાર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, સુરેદ્રનગર, જામનગર અને દ્વારકા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, ભરૂચ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર , ખેડા, પંચમહાલ, વડોદરા, નમદા, બોટાદ, પોરબંદર, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

૨૪ કલાકમાં ગુજરાતમાં વરસાદ

રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧૪ ઇચ, વિસાવદરમાં ૧૩ ઈચ જૂનાગઢ શહેરમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અહેવાલ

રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે એટલે કે બે જૂલાઈના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ર૪ કલાક દરમિયાન રાજયના ૧૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૩૨ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આસામ અને અરુણાચલમાં વરસાદની અસર

આસામ અને અરુણાચલમાં ભારે પુરને કારણે ૬૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જ્યારે આસામમાં ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા છે. આસામના નાગામ દીબ્રુગઢ સહિત સંખ્યાબંધ જિલ્લાઓ જળબંબોળ થયા છે, અરુણાચલમાં પણ સેંકડો લોકો કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment