ક્પાસ બજારમાં આજે ઠંડો માહોલ હતો. કપાસમાં ક્વોલિટી નબળી અને સામે ભાવ વધી રહ્યા હોવાથી બજારમાં ડીસ્પેરિટી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાંથી આજે કપાસની કુલ ૨૩૦ થી ૨૫૦ ગાડી અને લોકલ ૨૭૦ ગાડીની આવકો હતી.
ગુજરાતમાં કપાસની સુધરતી ક્વોલિટોની આવક વધતા, કપાસના ભાવમાં સતત ઉછાળો |
ઉત્તર ગુજરાત સ્થિત કડી – વિજાપુર લાઈનમાં મહારાષ્ટ્રમાંથી કપાસની ૨૦૦ ગાડી ઠલવાઇ હતી, જે કપાસ પ્રતિ મણે રૂ.૧૩૦૦ થી ૧૫૨પના ભાવે ખપ્યો હતો, તો લોકલ કપાસની ૨૨૦ ગાડીની આવક હતી જેના ભાવ રૂ.૧૫૦૦ થી ૧૬૦૦ના બોલાયા હતા.
બ્રોકરોએ જણાવ્યું હતું કે, આજે બજાર ઠંડુ હતું. કાચા કપાસની આવકો સતત વધી રહી છે, દરમિયાન હાસ રૂ ઊંચામાં ખપતું નથી, હજુ આગામી દિવસોમાં આંધ્ર, કર્ણાટક, ગુજરાત મેઇન લાઈન તરફથી કપાસની આવકો શરૂ થશે ત્યારે બજારમાં કરેક્શન આવશે તેવું લાગી રહ્યું છે. હાલ મહારાષ્ટ્ર તથા લોકલ આવકો પર કામકાજ ચાલી રહ્યું છે. દિવાળી – લાભ પાંચમ સુધીમાં હોંબેશ આવકો શરૂ થઇ જશે. મહારાષ્ટ્રમાંથી જે કપાસની આવકો થઈ રહી છે તેમાં એક ગાડીમાં અંદાજે ૫૦૦ મણ કપાસ આવી રહ્યો છે.
કપાસમાં પ્રતિ મણે રૂ.૨૦ની ડોસ્પેરિટી, બ્રોકરો કહે છે કે વધતી આવકો વચ્ચે બજારમાં કરેક્શનની શક્યતા…
આજે ગુજરાતના મુખ્ય પીઠાઓમાં કપાસની આવકો વધી ૩૪૭૬૦૦ મણે પહોંચી ગઇ હતી. પ્રતિ મણના ભાવ રૂ.૮૦૦ થી ૧૭૮૦ બોલાયા હતા. સૌથી વધુ બોટાદ ખાતે ૯૦૦૦૦ મણની આવક હતી.
વેપારો સાથે સંકળાયેલા અગ્રણી બ્રોકરો કહે છે કે, સૌરાષ્ટ્રમાં આજે મહારાષ્ટ્ર તરફથી અંદાજિત ૫૦ થી ૬૦ ગાડીની આવકો હતી. લોકલ કપાસની આવકો પણ સારી હતી. મહારાષ્ટ્રના કપાસમાં હજુ ૩૦ થી ૫૦-૫૫ પોઇન્ટ સુધીની હવા હોય છે જ્યારે લોકલ કપાસમાં હવાનું પ્રમાણ ઘટી ૨૦ થી ૩૫ પોઇન્ટ સુધી પહોંચ્યું છે. એટલે લોકલ કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૬૦૦ સુધી અથડાયા છે. લોકલ કપાસમાં ઉતારા વધ્યા છે.
જીનિંગ ઉદ્યોગમાં જે પાંચ દસ ટકા કારખાનાઓ બંધ છે તે દીવાળી – લાભ પાંચમે શરૂ થઇ જશે. હાલ જીનોમાં ખપપુરતા કામકાજ થઈ રહ્યા છે. જીતિંગ વાળાઓની મુશ્કેલી એ છે કે, હાલ કપાસ નબળા આવી રહ્યા છે, સામે ભાવ ઊંચકાયા છે, તો રૂના ભાવ ઓલ ઓવર તેના તેજ છે, તેમજ કપાસિયા ઘટ્યા છે, જેથી આમ જોઈએ તો ડીસ્પેરિટી વધી ગઇ છે.
આ પણ વાંચો :
- ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?
- કૃષિ રાહત પેકેજ: ગુજરાતમાં ભારે વરસાદથી પાક નુકશાન અંગે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, જાણો વિગતવાર માહિતી
એક અંદાજ મુજબ ખાંડીએ રૂ.૧૦૦૦ થી ૧૫૦૦ની ડીસ્પેરિટી જોવા મળી રહી છે, જે હીસાબ મુજબ કપાસમાં પ્રતિ મણે રૂ.૧૫ થી ૨૦ની ડીસ્પેરિટી જોવા મળી રહી છે. ગામડે બેઠેલા ખેડૂતોની સારા કપાસ પર મજબૂત પક્કડ છે, આગામી દિવસોમાં કપાસની આવકનું પ્રેશર વધશે ત્યારે બજાર ઘટશે તેવા સંકેતો નકારી શકાતા નથી, તેવું પણ બ્રોકરોએ જણાવ્યું હતું.