ગુજરાતમાં સીંગદાણાની બજાર નીચી હોવાથી મગફળીના ભાવમાં ધટાડો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

હાલ મગફળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. મગફળીની વેચવાલી સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછી છે, પંરતુ સીંગતેલ કે સીંગદાણાની બજારો ડાઉન હોવાથી મગફળીનાં ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર છે. ગોંડલમાં મગફળીની આવક પણ બુધવારે રાત્રે શરૂ કરી છે, પરિણામે તેની આવકો કેટલી થાય છે તેનાં ઉપર નજર છે.


ઉત્તર ગુજરાતમાં ડીસા, હિંમતનગર સહિતનાં પીઠાઓમાં મગફળીની આવકો હાલ ગત વર્ષની તુલનાએ સરેરાશ બમણાંથી પણ વધારે છે. ગત વર્ષે ડિસેમ્બરનાં બીજા સપ્તાહમાં સરેરાશ પાંચેક હજાર ગુણીની આવક થતી હતી, જેની તુલનાએ આ વર્ષે ૧૦થી ૧૫ હજાર ગુણી ઉપરની આવક થાય છે. ઉત્તર ગુજરાતમાં બહારનાં સેન્ટરની પણ આવકો સારી છે. હિંમતનગર બાજુ રાજસ્થાન કે બરોડા સાઈડની મગફળી પણ આવી રહી છે.

ગોંડલમાં રર હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૨૦૦ના હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૬૫૦થી ૧૧૫૦ના ભાવ હતાં. ર૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

ઉત્તર ગુજરાતના પીઠાઓમાં ગત વર્ષની તુલનાએ બમણાંથી પણ વધુ આવકો જણાતા બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે…


રાજકોટમાં વેપારો ૧૦થી ૧૨ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૧૦૫૦ થી ૧૧૭૦, ર૪ નં. મઠડીમાં રૂ.૧૦૭૦ થી ૧૧૭૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૪૦ થી ૧૧૬૦, ૩૯ નંબરમાં રૂ.૬૫૦ થી ૧૦૭૦, જી-ર૦માં રૂ.૧૦૫૦ થી ૧૧૮૫, બીટી ૩૨ રૂ.૧૦૫૦ થી ૧૧૭૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૦૬૦નાં ભાવ હતાં.

હિંમતનગર રપ હજાર ગુણીની આવક હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર હતાં અને ભાવ રૂ.૧૦૮૦ થી ૧૫૦૯નાં હતાં.

ડીસામાં ૧૧,૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨૦ થી ૧૩૨૦નાં હતાં.

Leave a Comment