હાલ મરચાની બજારનો આધાર ચીનની ખરીદદારી પર, કેવા રહેશે મરચાના ભાવ ?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

મરચામાં આયાત પડતર ઊંચી હોવાથી ચીનના ખરીદદારો ભારતીય મરચાંથી દૂર રહ્યા છે. જોકે વેપારીઓનો એક વર્ગ માને છે કે પડોશના દેશોમાં મરચાંના પાકમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો થયો હોઈ ટૂંક સમયમાં ચીનની માગ ખૂલશે.

ચીનની માગ મંદ છે કારણ કે હાલ ભાવ ઊંચા છે. ચીનના ખરીદદારો ભારતમાં ભાવ નીચા આવે એની રાહ જોઈ રહ્યા છે, એમ એક વેપારીએ કહ્યું હતું. એ ઉપરાંત ચીનમાં હાલ માગ નથી કારણ કે ત્યાં વસંતોત્સવની રજા નજીકમાં છે.

તાજેતરનાં વર્ષોમાં ચીન ભારતીય મરચાંના મુખ્ય ખરીદદાર દેશ તરીકે ઊભર્યો છે. ચીન અને ભારતમાં મરચાંના ભાવમાં પ્રતિ ટન ૧૦૦ ડોલરથી અધિકનો તફાવત છે. ભારતીય મરચાંનો ભાવ ટનદીઠ ૨,૫૫૦ ડોલર બોલાય છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં અતિરિક્ત વરસાદ થયો એટલે લાલ મરચાંના ભાવમાં ઉછાળો આવ્યો હતો. એ ઉપરાંત સૌથી વધુ મરચાં ઉગાડતા આંધ્ય પ્રદેશમાં મરચાંને રોગ લાગુ પડ્યો હતો. પરિણામે તેજા વેરાઈટી કે જેનો ભાવ ઓક્ટોબરમાં કિલોદીઠ રૂ.૧૨૫ આસપાસ હતો તે અત્યારે રૂ.૧૬૦ બોલાઈ રહ્યો છે.

નવો પાક કે જેમાં ભેજનું પ્રમાણ અધિક છે તેનો ભાવ કિલોદીઠ રૂ.૧૦ નીચો બોલાઈ રહ્યો છે, એમ વેપારીઓ એ કહ્યું હતું.

Leave a Comment