ગુજરાત અને રાજસ્થાનમાં નવા એરંડા લગભગ તૈયાર થવા આવ્યા છે કેટલાંક સેન્ટરોમાં નવા એરંડાની આવક પણ ચાલુ થઇ ચૂકી છે તેની અસરે એક તબક્કે એરંડાનો ભાવ મણનો રૂ.૧૩૦૦ની સપાટીને અડી ગયો હતો તે ઘટીને અત્યારે મણના રૂ.૧૧૭૫ થી ૧૧૮૫ના ભાવ બોલાય રહ્યા છે.
એરંડા વાયદાના ખેલાડીઓ હંમેશા ખેડૂતોએ પકવેલા એરંડા સસ્તામાં પડાવી લેવા મંદીના નાટક ખેલતાં આવ્યા છે. એરંડા વાયદા ઘટે એટલે મિલોના એરંડાના ભાવ ઘટી જાય અને ખેડૂતોમાં નવો ગભરાટ ફેલાય કે રખેને એરંડા વધુ ઘટી જાય તેના કરતાં જે ભાવ મળે તે ભાવે વેચી દેવા.
એરડાના ખેડૂતોમાં મંદીનો ગભરાટ ઊભો કરીને સસ્તામાં ખેડૂતોને એરંડા પડાવી લેવાનું કામ મિલો અને સટોડિયાઓ વર્ષોથી કરતાં આવ્યા છે અને ખેડૂતો આ બધાની જાળમાં ફસાઇને વર્ષોથી લૂંટાતા આવ્યા છે.
એરંડાનો જુનો સ્ટોક પાલીખમ્મ છે આથી ભાવ ઘટી જશે તેવા ગભરાટમાં એરંડા વેચવાની ઉતાવળ કરવી નહીં…
ખેડૂતોએ એરંડાનું ગણિત સમજવાની ખાસ જરૂર છે, પહેલી વાત એ છે કે આખી દુનિયામાં ગુજરાત જેટલાં એરેડા એકપણ દેશમાં પાકતાં નથી. એરંડામાંથી બનતું દિવેલ આખા જગતમાં સૌથી વધુ આપણે 4િકાસ કરીએ છીએ.
ભારતની મિલો અને નિકાસકારો ખેડૂતો પાસેથી સસ્તામાં એરંડા પડાવીને વિદેસમાં મોઘું દિવેલ સિકાસ કરીને વર્ષોથી કરોડો રૂપિયા કમાતા આવ્યા છે. આ બધા જ નિકાસકારો એરડાના ખેડૂતોને લૂંટીને કરોડોની કમાણી કરી રહ્યા છે આથી ખેડૂતોએ હવે આ બધાની રમત સમજી લેવાની જરૂર છે અને એરંડા નીચા ભાવે કોઇ કાળે વેચવા જોઈએ નહીં.
- ગુજરાતમાં નવી ચણાની આવકોના ઈંતેજાર વચ્ચે ચણાના ભાવ ટકેલા
- મગફળીની બજારમાં વેચવાલી ઘટતા મગફળીના ભાવમાં સરેરાશ સ્થિરતા
- પ્રિમિયમ કવોલીટીના કપાસની અવાક સતત ઘટતા સારા કપાસના ભાવમાં ઉછાળો
- ગુજરાતમાં ડુંગળીના ભાવ માં સતત ઘટાડો, જાણો કયારે વધશે ભાવ ?
એરંડાના નવા પાકની વાત કરીએ તો વાવેતર વધ્યું છે અને એરેડાનું ઉત્પાદન પણ થોડું વધશે તેવું અત્યારે બોલાઈ રહ્યું છે પણ જૂનો સ્ટોક જે દર વર્ષે હોય તે આ વર્ષે નથી તે નક્કી છે. બધું જ ખાલીખમ્મ છે આથી ખેડૂતો નીકળતી સીઝને ઊંચા ભાવ જોઇને એરંડા વેચવાની ઉતાવળ જરાય કરે નહીં.
૨૦૨૧માં ભારતની દિવેલની નિકાસ સાત લાખ ટનથી પણ વધારે થવાની પૂરેપૂરી શક્યતા છે જે ત્રણ વર્ષ પહેલા માંડ વર્ષે પાંચ લાખ ટન જ થતી હતી. અત્યારે નવી આવક ચાલુ થઈ ત્યારે જૂની આવક ઘટી રહી હોઇ પીઠાઓમાં રોજની આવક ૧૫ થી ૧૭ હજાર ગુણીથી વધતી નથી.
ખેડૂતો હવે એરંડાની રોજે-રોજની આવક અને ભાવ ઉપર ખાસ ધ્યાન રાખે અને નીકળતી સીઝને બજાર ભાવ અને આવક જોઇને એરંડા વેચવાનો નિર્ણય કરે. એરંડા વેચવામાં કોઇ જાતનો ગભરાટ ન કરે.