દેશમાં કપાસની આવક ઘટીને ૩૦ લાખ ગાંસડી એટલે કે ૧.૨૫ થી ૧.ર૭ લાખ ગાંસડી રૂની બુધવારે થઇ હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે રોજિંદી આવક ત્રણ લાખ ગાંસડીથી વધતી નથી જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કપાસની આવક પણ ઘટીને પાંચ થી સાડા પાંચ લાખ ગાંસડી જ રહે છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં જ હાલ કપાસની સૌથી વધુ આવક થાય છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ ઊંચામાં બુધવારે રૂ.૧૨૦૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેસમાં ઊંચામાં રૂ.૧૧૮૦ થી ૧૧૯૦ બોલાયા હતા.
દક્ષિણ ભારતમાં કપાસના ભાવ ઊંચામાં રૂ।.૧૧૪૦ સુધી કર્ણાટકમાં બોલાયા હતા. ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોામાં ત્રણ લાખ મણ આસપાસ જળવાયેલી હતી પણ દેશાવરની આવક દિવસે દિવસે ઘટી રહી છે. ખાસ કરીને કડીમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કપાસની આવક એકદમ ઘટી જતાં હવે કાઠિયાવાડના કપાસની આવક કડીમાં વધી હતી.
કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે કડીના જીનર્સોની ડિસ્પેરિટિ સતત વધી રહી છે કારણ કે હવે ૭૫ આરડીનું રૂ બનતું જ નથી જેને કારણે રૂ પરખાવવું બહુ જ અઘરૂ બની રહ્યું હોઇ જીનર્સોને હવે કપાસ ખરીદવામાં બહુ રસ નથી.
બુધવારે મહારાષ્ટ્રની ૧૦૦ થી ૧રપ, આંધ્રની ૨૦-૨૫ ગાડી અને કર્ણાટકની ૧૫-૨૦ ગાડી અને કાઠિયાવાડની ૨૦૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ આજે મણે રૂ.૫ ઘટયા હતા.
કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૧૧૦ થી ૧૧૬૪૫, આંધ્રના કપાસના ભાવ રૂ.૧૧૧૦ થી ૧૧૭૫, કર્ણાટકના કપાસના ભાવ રૂ.૧૧૩૦ થી ૧૧૮૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૧૮૦ ભાવ બોલાતા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ૧.૪૭૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૨રપ અને ઊંચામાં રૂ.૧૧૭૫ થી ૧૨૦૫ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં આજે કપાસના ભાવ હલકી કવોલીટીમાં રૂ.૫પ થી ૧૦ ઢીલા બોલાતા હતા પણ સારી કવોલીટીના કપાસના ભાવ ઊંચામાં રૂ।.૧૨૦૦ સુધી બોલાતા હતા.
માર્કેટયાર્ડમાં સુપર એક્સ્ટ્રા કપાસના ભાવ રૂ।.૧૨૨૦ સુધી બોલાયા હતા. જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૯૦ થી ૧૨૦૦ બોલાતા હતા.
એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૬૦ થી ૧૧૪૬૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૩૦ થી ૧૧૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૯૦ થી ૧૧૦૦ ભાવ બોલાયા હતા.
સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કપાસના વેપાર રૂ.૧૧૭૦ થી ૧૧૮૦માં થઇ રહ્યા છે પણ ગામડેથી કપાસ ખરીદનારા વેપારીઓ સારો અને ખરાબ કપાસ ભેગો કરીને વેચતાં હોઇ જીનર્સોને હજુ સારી કવોલીટીનો કપાસ જોઇએ તેવો મળતો નથી.