ગોંડલમાં નવા ઘઉં ની આવક શરૂ: ફેબ્રુઆરીમાં આવક વેગ પકડશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સૌરાષ્ટ્રમાં આમ પણ દર વર્ષે નવા ઘઉંની આવકો સૌથી પહેલા થતી હોય છે, પંરતુઆ વર્ષે તો ઉતરાયણ પહેલા જ નવા ઘઉની આવકોની શરૂઆત થઈ ગયા છે અને જેનાં સમાચાર છેક કન્યાકુમારી-સાઉથ સુધી પણ પહોંચી ગયાં છે.

ઉતરાયણ પહેલા જ સમગ્ર દેશમાં સૌથી પહેલા નવા ઘઉં સોરાષ્ટ્રમાં આવ્યાં

સૌરાષ્ટ્રની આવકો ઉપર આ વર્ષે સાઉથવાળાની વધુ નજર છે, કારણ કે આ વર્ષે નિકાસ માંગ સારી હોવાથી તેને માલ કેટલો મળશે તેની ચર્ચા છે.

ગોંડલમાં શનિવારે નવા ઘઉંની ૨૦ થી રપ બાચકાની આવક થઈ હતી અને ગોંડલનાં લાલચેત્તા ટ્રેડિંગ કંપનીએ આ ગોંડલ ઘઉંનાં ભાવ રૂ.૩૮૦ પ્રતિ ૨૦ કિલોનાં ભાવથી ખરીદી કરી હતી.

લાલચેત્તા ટ્રેડિંગ કંપની કહે છેકે આ ટૂંકડા ક્વોલિટીનાં ઘઉં હતા અને બાંટવા દેવળિયાનાં ખેડૂતનો માલ હતો. ખેડૂતો ઘઉં ખૂબ જ વહેલા વાવ્યાં હોવાથી હાલ માત્ર કહેવા પૂરતી આવક લઈને આવ્યા હતાં.

રેગ્યુલર આવકો છૂટક-પૂટક જાન્યુઆરી અંતમાં શરૂ થશે અને પીક આવકો ૧૫મી ફેબ્રુઆરી બાદ પકડે તેવી સંભાવનાં છે.

સમગ્ર દેશમાં સૌથી પહેલા નવી સિઝનનાં ઘઉ ગોંડલમાં આવ્યાં છે. સામાન્ય રીતે દર વર્ષે નવા ઘઉં સૌરાષ્ટ્રમાં જ આવતા હોય છે, પરંત આ વર્ષે ખૂબ જ વહેલા આવ્યાં હોવાથી બધાને ઉત્સુકતા જાગી હતી.

ઘઉંનાં ભાવ હાલ સતત વધી રહ્યા છે અને મિલબરનાં ભાવ હાલ વધીને રૂ.૧૯૪૦ થી ૧૯૫૦ની સપાટીએ પહોંચ્યાં છે. પીઠાઓમાં મિલબરનાં ભાવ રૂ.૩રપ થી ૩૬૦ અને સારામાં રૂ.૪૪૦ સુધીનાં ભાવ શનિવારે બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment