ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. લાલ ડુંગળીનાં ભાવ આજે વધુ મણે રૂ.૩૦ તુટ્યાં હતાં, જોકે સફેદમાં બજારો અથડાય રહ્યાં છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે લાલ ડુંગળીનાં ભાવ હજી નીચા આવી શકે છે, પંરતુ સફેદ ડુંગળીના ભાવ માં બહુ વધારે આવકો નહીં થાય તો ભાવ ઘટે તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે.
મહુવામાં શુક્રવારે લાલ ડુંગળીની ર૭ હજાર થેલાનાં વેપાર સાથે મહુવા ડુંગળીના ભાવ રૂ.૬૦થી ૨૪૦ બોલાતાં હતાં. જ્યારે સફેદમાં એક લાખ થેલાનાં વેપાર સામે રૂ.૧૪૦થી ૨૦૦નાં ભાવ હતાં.
આગામી દિવસોમાં લાલ ડુંગળીનાં ભાવ ગમે ત્યારે ઘટીને રૂ.૨૦૦ સુધી પહોંચવાની ધારણાં છે.
નાશીક જિલ્લાની વિવિધ મંડીઓમાં નાશીક ડુંગળીનાં ભાવ રૂ.૩૦૦થી ૧૦૨૪ પ્રતિ ક્વિન્ટલનાં હતાં. જ્યારે ગોલ્ટા ડુંગળીનાં ભાવ રૂ.૨૦૦થી ૭૦૦ અને ઉન્હાલી ડુંગળીનાં ભાવ રૂ.૪૦૦થી ૧૧૪૦નાં બોલાયાં હતાં.
ડુંગળીનો પાક આ વર્ષે મોટો થયો છે, પંરતુ સરેરાશ બજારમાં લેવાલી ઓછી છે. નિકાસ વેપારો કન્ટેઈનરની અછતને કારણે ઓછા થઈ રહ્યાં હોવાથી બજારમાં વેપારો પૂરતા નથી. આગામી મહિને રાજસ્થાન-મધ્યપ્રદેશની આવકો શરૂ થશે એટલે લાલ ડુંગળીની બજારો ઘટી શકે છે.