ગુજરાતમાં વરસાદથી નુકસાના કારણે લાલ ડુંગળીના બજાર ભાવમાં મજબૂતાઈ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now


હાલ ડુંગળીની બજાર ભાવ માં મજબૂતાઈ જોવા મળી રહી છે. વાવાઝોડા તૌકાતે બાદ ગુજરાત અને નાશીકમાં ડુંગળીનાં પાકને મોટું નુકસાન થયું હોવાનાં અહેવાલો આવી રહ્યા છે.

ખેતરમાં ઊભેલા પાક અને સ્ટોકમાં પડેલી ડુંગળીની પણ ક્વોલિટીને અસર પહોંચી છે, જેને પગલે સરેરાશ ડુંગળીનાં ભાવ માં સુધારો થયો હતો.

ગોંડલ યાર્ડમાં આજે લાલ ડુંગળીની કુલ ૯૩૫૦ કટ્ટાની આવક થઈ હતી અને ગોંડલ ડુંગળીના ભાવ ૨૦ કિલોનાં રૂ.૫૦થી ર૪૧નાં બોલાયાં હતાં. સરેરાશ સારી લાલ ડુંગળીના ભાવ મણે રૂ.૨૦ સુધર્યા હતાં. નબળી ડુંગળી મફતનાં ભાવથી વેચાણ થઈ હતી.


વેપારીઓ કહે છે કે ડુંગળીમાં આગળ ઉપર ભાવ હજી સુધરી શકે છે. ડુંગળીને નુકસાન વધારે થયું હોવાથી આગળ ઉપર નબળી ડુંગળી બજારમાં ઠલવાશે, જેને પગલે નબળા માલો બે-ચાર રૂપિયે કિલો જ વેચાણ થવાના છે અને સારા સુકા માલો વધશે.

હોટલ-રેસ્ટોરેન્ટ સેકટરની પણ જૂન મહિનાથી માંગ વધવાની ધારણાં છે. કોરોનાનાં કેસ ઘટ્યાં હોવાથી ડુંગળીની માંગ વધી જાય તેવી સંભાવનાં છે.

Leave a Comment