ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં નવી ડુંગળીની આવકો વધી રહી હોવાથી ડુંગળીનાં ભાવમાં એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડુંગળીની બજારમાં હાલ લેવાલી ઓછી છે અને બીજી તરફ લેવાલી એકદમ ઓછી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ જ દેખાય રહ્યો છે.
ડુંગળીનાં ભાવ ઘટીને ૨૦ કિલોનાં રૂ.૧૦૦થી ૬૦૦ની વચ્ચે ચાલી રહ્યાં છે. નવી ડુંગળી રૂ.૩૦૦થી ૬૦૦ની વચ્ચે બોલાય છે.
નાશીકમાં પણ ડુંગલીનાં ભાવ ઘટીને રૂ.૨૦૦૦ સુધી પહોંચ્યાં બાદ ફરી રૂ.૩૦૦૦ સુધી પહોંચ્યાં બાદ ફરી ઘટાડો થયો હતો. આમ ડુંગળીનાં ભાવમાં ક્વોલિટી પ્રમાણે વોલેટાલિટી વધારે જોવા મળી રહી છે.
આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવ ઘટીને રૂ.૪૦૦ની સપાટી પર પહોંચે તેવી સંભાવનાં છે.