કપાસ બજારમાં આજે ટકેલો માહોલ હતો. ગુજરાતમાં મહારાષ્ટ્ર તરફથી કપાસની કુલ ૩૫૦ થી ૪૦૦ ગાડીઓની આવક હતી, તો લોકલ કાઠિયાવાડના કપાસમાં ૩૫૦ થી ૪૦૦ ગાડીઓના કામકાજ હતા.
હાલ રૂ ઉત્પાદનમાં ખાંડીએ રૂ.૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયાની ડીસ્પેરિટી હોવાથી જીનર્સો ખરીદીમાં ઉત્સાહ દેખાડતા નથી, બીજી તરફ કારખાનાઓ ચલાવવા ખાતર કપાસની ખપપુરતી ખરીદોઓનો ક્રમ ચાલી રહ્યો છે. આજે ગુજરાતના પીઠાઓમાં કાચા કપાસની કુલ ૩.૧૨ લાખ મણની આવકો નોંધાઇ હતી, પ્રતિ મણના રૂ.૮૦૦ થી ૧૭૫૫ સુધીના ભાવ બોલાયા હતા.
અગ્રણી બ્રોકરો કહે છે કે, દોવાળી સુધી કપાસ બજારમાં આવો જ માહોલ રહે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. હાલ મહારાષ્ટ્રના કપાસમાં ૫૦ – પપ પોઇન્ટ સુધીની હવા આવી રહી હોઇ, તે કપાસમાં આજે રૂ.૧૫૦૦ થી ૧૬૨પના ભાવે કામકાજ થયા હતા.
ઉત્તર ગુજરાતના બ્રોકરોએ જણાવ્યું હતું કે, આજે કડી અને વિજાપુરમાં મળી કપાસના કુલ ૪૦૦ થી ૫૦૦ નાના મોટા વાહનોની આવકો હતી. કડીમાં મહારાષ્ટ્રની ૩૫૦ ગાડી અને કાઠિયાવાડની પણ ૩૦૦ ગાડીઓની આવકો હતી. કાઠિયાવાડના કપાસની ક્વોલિટી સુધરતી જાય છે, હાલ માત્ર ૧૦ થી ૧૫ પોઇન્ટની જ હવા આવતી હોઇ, તે કપાસમાં આજે રૂ.૧૫૫૦ થી ૧૬૨૫ના ભાવે કામકાજ થયા હતા.
આ પણ વાંચો :
- ગુજરાતમાં ડુંગળીની આવકમાં વધારો થતા, દિવાળી સુધી ડુંગળીના ભાવ સ્થિર રહે તેવી સંભાવના
- ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?
જીનર્સોની લેવાલી માપે હતી. કડી સિવાય અન્ય સેન્ટરોમાં સામાન્ય કામકાજો હતા. સૌરાષ્ટ્ર તરફના બ્રોકરો કહે છે કે, અહીં મહારાષ્ટ્રની આવકનું પ્રમાણ ઘટી ગયું છે, બીજી તરફ સ્થાનિક પીઠાઓના કપાસની ડીમાન્ડ વધી છે. ગામડાઓના ખેડૂતો દ્વારા માર્કટિંગ યાર્ડોમાં હોંબેશ કપાસ ઠલવાઇ રહ્યો છે. બોટાદ ખાતે આજે થોડા કલાકોમાં જ કપાસની ૯૦૦૦૦ મણની આવકો નોંધાઇ હતી. હળવદમાં ૩૮૦૦૦ મણ અને રાજકોટ ખાતે ૩૭૦૦૦ મણની આવક નોંધાઇ હતી.
પરપ્રાંતનતા કપાસમાં હાલ મહારાષ્ટ્ર સાથે આંધ્રપ્રદેશન અને કર્ણાટકની છૂટી છવાઈ આવકો શરૂ થઇ છે. જીનર્સો કહે છે કે, મહારાષ્ટ્રના કપાસમાં બુર્કિંગ થઇ રહ્યા છે, પરંતુ તે કપાસમાં હજુ જોઈએ તેવી ગુણવત્તા મળતી નથી, જેથી રૂના ઉત્પાદનમાં ડીસ્પેરિટી થાય છે, કમાવવાની તક ઘટી જાય છે.
કપાસમાં હજુ પણ હવા અને ભેજનું પ્રમાણ આવી રહ્યું છે, જેથી તેને સુકવવા સહિતના ખર્ચ પણ વધી જાય છે. જો તે કપાસના પણ રૂ.૧૬૦૦ ઉપર ભાવ આપવાના જ હોય તો પછી કાઠિયાવાડ લાઇનના લોકલ કપાસના કે જેમાં ખૂબ જ ઓછી હવા હોય છે, ક્વોલિટી પણ સારી હોય છે તે કપાસના તેટલા ભાવ આપવા શું ખોટા ? દીવાળી બાદ મહારાષ્ટ સિવાય આંધ્ર અને કર્ણાટક લાઇનનો કપાસ પણ પુરજોશમાં ઠલવવાનો શરૂ થશે ત્યારે માર્કેટમાં કરેક્શન આવે તેવા સંકેતો નકારી શકાતા નથી.