ગુજરાતમાં ઘઉંના વાવેતરની પ્રક્રિયા શરૂ થતા, નવી સીઝન સુધી ઘઉંના ભાવ વધશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ઘઉં બજારમાં વાવેતરની કામગિરી ખૂબ જ ધીમી ચાલુ રહી છે. સમગ્ર દેશમાં ૩૦૦ લાખ હેકટરમાં સામાન્ય રીતે વાવેતર થાય છે, જેની તુલને ગત સપ્તાહ સુધીમાં હજી માતર ૧૩૮ લાખ હેકટરમાં જ વાવેતર થયું છે. આમ વાવેતરની કામગિરી હાલ ધીમી છે.

ખેડૂતોએ આ વર્ષે રાયડાને પહેલી પસંદગી આપી છે અને બીજી પસંદગી ચણાને આપી છે. આ બંને રવિ પાકોનાં ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યાં છેઅને ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યાં છે. રાયડાનાં ભાવ તો ટેકાનાં ભાવથી ૫૦ ટકા ઉપર છે, પરિણામે સોયાબીનની જેમ રાયડામાં પણ સરકારી ખરીદીની આવર્ષે જરૂર જ ન પડે તેવી પૂરી સંભાવનાં છે.

કેન્દ્ર સરકાર તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાઓ લઈ રહી છે, જેને પગલે છેલ્લા એક વર્ષ દરમિયાન ભાવ ૬૦થી ૧૦૦ ટકા જેવા ભાવ વધ્યાં છે. આવી સ્થિતિમાં ખેડૂતો ઘઉંનું વાવેતર ઓછું કરે તેવી સંભાવનાં છે. જોકે પરંપરાગત રીતે જે રાજ્યોમાં ઘઉંની જ ખેતી વધારે થાય છે ત્યાં તો ખેડૂતો વાવેતર કરવાનાં જ છે.

વળી પંજાબ-હરિયાણા, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોનાં ખેડૂતોને દર વર્ષે ખબર છેકે જેટલા ઘઉં પાકે છે એ બધા જ સરકાર ટેકાનાં ભાવથી ખરીદી કરી લે છે પરિણામે ઘઉંનાં વાવેતર સારા થાય છે.

ઘઉંનાં વર્તમાન ભાવ ઊંચા છે. વૈશ્વિક ભાવ નવ વર્ષની ટોચે પહોંચ્યાં હોવાથી સ્થાનિક બજારમાં પણ તેજી છે. નવી સિઝન સુધી છેક ભાવ ઊંચા રહે તેવી ધારણાં છે. નવી સિઝનમાં વૈશ્વિક સ્થિતિ ઉપર જ બજારનો આધાર રહેલો છે.

Leave a Comment