સારી કવોલીટોના કપાસની અછત વધતાં ભાવમાં સુધારો

કપાસમાં સારી કવોલીટીની અછત દેશભરમાં સતત વધી રહી હોઇ આજે કપાસના ભાવ ઘટતાં અટકીને ટકેલા રહ્યા હતા. દેશમાં રૂની આવક અઢી લાખ ગાંસડી આસપાસ ટકેલી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારી કવોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધી રહી હોઇ હવે કપાસમાં ભાવ ઘટવાની શક્યતા નથી.  ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસની આવક હજુ વધતી નથી આથી … Read more

મગફળીના ભાવમાં ઘટાડો: ગામડેથી પણ વેચાણમાં ઘટાડો

મગફળીમાં ઘટાડાની ચાલ યથાવત છે. મગફળીની આવકો ધારણાં કરતા સારી થઈ રહીછે અને સામે નાણાભીડ વધારે હોવાથી કોઈને લેવું નથી, જેને પગલે મગફળીનાં ભાવમાં રૂ.૫થી ૧૦ અને અમુક જાતમાં રૂ.૧૫ સુધીનો પણ ઘટાડો થયો હતો. સારી બિયારણ ક્વોલિટીનાં માલ ખાસ આવતા નથી, પરિણામે હવે ઊંચા ભાવ બહુ બોલાતાં નથી. ભાવ બહુ ઘટશે તો ખેડૂતોની વેચવાલીમાં … Read more

કપાસની છેલ્લી વીણ પછી ઘેટા-બકરા ચરાવા જેવી હાલત

છેલ્લા ઘણા વર્ષથી કપાસની ખેતી કરતાં ખેડૂતો વારંવાર કહેતા સાંભળ્યા છે કે ગુલાબી ઈયળે તો રાંઢવા લેવળાવ્યા છે, દિવસે દિવસે ગુલાબી ઈયળનો ઉપદ્રવ સતત ને સતત અપ થઇ રહ્યોં છે.  જેમ જેમ કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધી રહ્યોં છે, એ રીતે વાવેતર કપાવા લાગ્યું છે જો કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન થયેલ કપાસના વાવેતર પર … Read more

ડુંગળીમાં મંદીઃ નિકાસ પ્રતિબંધ દૂર કરવા ખેડૂતોની માંગ

ડુંગળીમાં ફરી કારમી મંદી જોવા મળી રહી છે અને ડુંગળી બજાર સમાચાર ની વાત કરીએ તો દિવાળી બાદ ભાવ સડસડાટ નીચે ઉતરી રહ્યા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રનાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક અશરથી દૂર કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. એશિયાની સૌથી મોટી મંડી નાશીકની લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ છેલ્લા સવા મહિનામાં ૬૫ ટકા … Read more

સીંગતેલ ઘટતા પિલાણબર મગફળીની બજારમાં નરમાઈનો માહોલ

ભારત બંધનાં એલાનને સૌરાષ્ટ્રનાં યાર્ડોમાં ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હોવાથી મગફળી બજાર સમાચાર ની વાત કરીએ તો આવકો સમગ્ર ગુજરાતમાં નહીવત રહી હતી. ખાસ કરીને રાજકોટ, ગોંડલ, જામનગર, હળવદ જેવા મગફળીનાં મુખ્ય પીઠાઓમાં આજ હરાજી થઈ નહોંતી. સમગ્ર ગુજરાતમાં મળીને મગફળીની રપ થી ૩૦ હજાર ગુણીની આવકો પણ નહીં હોય તેવી સ્થિતિ આજે સર્જાણી હતી. … Read more

મગફળી ભાવ રિપોર્ટ: મગફળીમાં ઘટતા ભાવથી ફરી ભાવમાં સુધારો જોવા મળ્યો

મગફળીનાં ભાવમાં આજે ઘટ્યાં ભાવથી મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે ભારત બંધનાં એલાનમાં મોટા ભાગનાં યાર્ડના વેપારીઓ જોડાય તેવી સંભાવનાએ આવકો ઘટશે.  આજે મોટા ભાગનાં યાર્ડ બંધ રહે તેવી સંભાવનાં વધારે ખેડૂતો બંધને સર્મર્થનનાં ભાગ રૂપે યાર્ડમાં મગફળી લઈને ન જાય તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં મગફળીની બજારમાં આવતીકાલે પણ આવકો નહીવત … Read more

મગફળીમાં વેચવાલી ઘટી: સીગદાણા માં ખામી દેખાય હોવાની ફરિયાદો

મગફળીની બજારમાં શનિવારે સરેરાશ ભાવ મજબૂતહતા અને અમુક ક્વોલિટીમાં પિલાણવાળાની માંગને પગલે રૂ.પથી ૧૦નો મણે સુધારો પણ થયો હતો. બીજી તરફ વાતાવરણમાં ફેરફાર આવતા સીંગદાણાની બજારમાં અસર જોવા લાગી છે. મગફળીમાં નીચા ભાવથી રૂ.૫ થી ૧૦નો સુધારો જોવા મળ્યો એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ દિવસથી દિવસ દરમિયાનની ગરમીને કારણે સીંગદાણામાં કુકશ દેખાવા … Read more

મહારાષ્ટ્રમાં કપાસની આવકમાં જંગી વધારાથી ભાવમાં ઘટયા

દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ર.૬૮ થી ૨.૭૦ લાખ ગાંસડીની રહી હતી. નોર્થના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રૂની આવક થોડી ઘટી હતી. જ્યારે પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં રૂની આવક ઝડપથી વધી રહી છે. શુક્રવારે ગુજરાતમાં પપ હજાર ગાંસડી, મહારાષ્ટ્રમાં ૭૫ હજાર ગાંસડી અને તેલંગાનામાં પપ હજાર ગાંસડી રૂની આવક હતી.  સમગ્ર દેશમાં કપાસના … Read more