સીંગતેલમાં ભાવ સ્ટેબલ હોવાથી અને પિલાણ મિલોની ઘરાકી ઓછી હોવાથી મગફળીની બજારમાં હાલ તેજીને બ્રેક લાગી છે અને બજારમાં આગળ ઉપર ભાવ થોડા ઘટે તેવી પણ સંભાવનાંછે. ગોંડલમાં નવી આવકો કેટલી થાય છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. રાજકોટ-જામનગર બાજુ ભાવ મજબૂત સપાટી પર ટકેલા રહ્યાં હતાં.
વેપારીઓ કહે છેકે મગફળીની બજારમાં હાલ તેલની ઘરાકી ઓછી હોવાથી અને નિકાસકારો ચૂપ હોવાથી પિલાણ ક્વોલિટીમાં લેવાલી નથી, જેને પગલે બજારમાં આગળ ઉપર ભાવ મણે રૂ.૫થી ૧૦ ઘટી શકે છે, પંરતુ બહુ મોટો ઘટાડો થાય તેવા સંજોગો હાલ દેખાતા નથી.
ગોંડલમાં મગફળીનાં ૮ હજાર ગુણીની આવક હતી અને વેપારો પણ આટલા જ હતાં. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૯૭૫થી ૧૦૮૦, રોહીણીમાં રૂ.૯૦૦થી૯પ૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૨૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.
પિલાણ મિલોવાળાની ઘરાકી જાડી મગફળીમાં ઘટી હોવાથી સુધારો અટક્યો
રાજકોટમાં ૧૪ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૮૦થી ૯૭૦, ૨૪ નૅ. રોહિણીમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-૨૦માં રૂ.૬૮૦થી ૧૧૦૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૨૦ અને ૯૯ નં.માં રૂ.૬૯૪૦થી ૯૮૦નાં ભાવ હતાં.
જામનગરમાં ૫૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૯૦૦ થી ૧૦૨૫, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૬૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૭૫નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૩૫નાં ભાવ હતાં.
મહુવામાં ૨૨૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ રૂ.૧૦૦૦ થી ૧૧૦૧ અને જી-૨૦માં રૂ.૮૭૫થી ૧૦૫૦નાં ભાવ હતાં.
હીંમતનગરમાં ૨૫૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૯૫૦થી ૧૩૧૧નાં ભાવ હતાં. ડીસામાં માત્ર ૯૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૯૫૦થી ૧૧૧૩૧નાં હતાં.