Gujarat Weather Update: અશોક પટેલની આગાહી ગુજરાતના આ વિસ્‍તારોમાં ચોમાસું વરસાદ સાથે મેઘરાજા ઘમરોળશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Gujarat Weather Update: હાલ વિવિધ ફેવરેબલ પરીબળોના લીધે રાજયમાં ચોમાસુ માહોલ યથાવત રહેશે. આગામી ૩૧ જુલાઇ સુધીમાં રાજયના છુટાછવાયા સ્‍થળોએ હળવાથી મધ્‍યમ તો આઇસોલેટેડ વિસ્‍તારોમાં ભારે વરસાદ પડશે. પરંતુ વરસાદની માત્રા અને વિસ્‍તાર સોૈરાષ્‍ટ્ર- કચ્‍છ કરતાં ગુજરાત રીજીયનમાં વધુ જોવા મળશે તેમ વેધર એનાલીસ્‍ટ અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

અશોકભાઇ પટેલે જણાવેલ કે હાલ ની સ્‍થિતિ અને આગળ ના પરિબળો આ મુજબ છે. હવે WMLP પશ્ચિમ બંગાળ અને લાગુ ઓડિશા પર છે. તેના આનુસંગિક યુએસી ૭.૬ કિ.મી.ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્‍ટમ્‍સ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ જશે.

ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, ચુરુ, આગ્રા, પ્રયાગરાજ, રાંચી અને ત્‍યાં થી WMLP ના સેન્‍ટર સુધી લંબાય છે જે ૩.૧ કિમિ ની ઉંચાઈ સુધી છે. ૫.૮ કિ.મિ. અને ૭.૬ કિ.મિ. ના લેવલ માં ૧૮ ડીગ્રી નોર્થ પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી નોર્મલ નજીક રહેશે અને એક બે દિવસ ધરી નો પશ્ચિમ છેડો કિ.મી. લેવલમાં ગુજરાત રાજય નજીક આવશે.

બંગાળ ની ખાડી વાળી સિસ્‍ટમ્‍સ આનુસંગિક ૩.૧ કિ.મિ. લેવલ નું યુએસી એમપી તરફ ગતિ કરશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્‍ય સુધી ફેલાશે, જેથી બહોળું સકર્યુલેશન થશે. ત્‍યાર બાદ યુએસી ગુજરાત રાજ્‍ય પર થી પસાર થઇ નોર્થ ઇસ્‍ટ અરબી સમુદ્ર માં સરકશે. (પશ્ચિમ સૌરાષ્‍ટ્ર/કચ્‍છ/સિંધ નજીક) આગાહી સમય ના અંત સુધી માં બંગાળ ની ખાડી માં કે પશ્ચિમ બંગાળ/ઓડિશા ઉપર કે નજીક સિસ્‍ટમ્‍સ થવાની શકયતા છે. જેનું યુએસી ૫.૮ કિમિ લેવલ સુધી ની શકયતા અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં તારીખ ૨૭ થી ૩૧ જુલાઈ સુધીની આગાહી કરતા જણાવેલ કે બંગાળ ની ખાડી વાળી સિસ્‍ટમ્‍સ અને તેના આનુસંગિક યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી ગુજરાત રાજ્‍ય તરફ આગાહી સમયમાં ગુજરાત રાજ્‍ય ના છુટા છવાયા તેમજ કયારેક થોડા વધુ વિસ્‍તાર માં હળવો મધ્‍યમ વરસાદ અને આઇસોલેટેડ ભારે વરસાદ ની શકયતા છે.

મુખ્‍ય રાઉન્‍ડ ૩૦ જુલાઈ સવાર સુધી માં પૂરો થાય તેવી શકયતા છે. આગાહી સમયમાં આઇસોલેટેડ વિસ્‍તારમાં કુલ વરસાદ પાંચ ઇંચ થી વધુ ની શકયતા છે. આગાહી સમયમાં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્‍તાર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ કરતા વધુ રહે તેવી સંભાવના છે. આગાહી સમય માં વધુ દિવસો પવન નું જોર રહેશે.

Leave a Comment