એરંડા વાયદા બજાર ભાવ: ચોમાસામાં ઉત્તર ગુજરાતમાં વરસાદના ત્રણ રાઉન્ડ પડી ગયા બાદ હવે ખેડૂતોની મનોવૃતિ બદલાતાં આવક વધશે તેવી ધારણાએ શનિવારે પણ પીઠા રૂ.૫ થી ૧૦ ઘટયા હતા. ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત્ત વર્ષના ૧.૪૭ લાખ હેક્ટરમાં સામે ૨૨,૫૯૬ હેક્ટર થયું છે જ્યારે રાજસ્થાનમાં ગત્ત વર્ષના ૧.૦૫ લાખે હેક્ટર સામે ૨૫,૬૮૦ હેક્ટરમાં જ એરંડાનું વાવેતર થયું છે. દેશભરમાં એરેડાનું વાવેતર ગત્ત વર્ષથી ૭૩.૯૧ ટકા ઘટયું છે.
- એરંડાનું વાવેતર: ગુજરાત અને રાજસ્થાનમાં એરંડાનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં ખૂબ ઓછું થયું છે.
- ઓગસ્ટમાં ગુજરાત-રાજસ્થાનમાં એરંડાનું વાવેતર વધવાની ધારણા છે.
- વરસાદ અને ખેડૂતોની મનોવૃત્તિ: ઉત્તર ગુજરાતમાં સારા વરસાદને કારણે ખેડૂતોની મનોવૃત્તિ બદલાઈ છે અને તેઓ વધુ વાવેતર કરવા તરફ વળી રહ્યા છે.
- પીઠાના ભાવ: વરસાદ અને વાવેતરની અનિશ્ચિતતાને કારણે પીઠાના ભાવમાં ઘટાડો થયો છે.
- વાયદા બજાર: એરંડાના વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
- આવનારા સમય: 15 સપ્ટેમ્બર સુધીમાં એરંડાનું વાવેતર થવાનું હોવાથી વાસ્તવિક ચિત્ર ત્યારે જ સ્પષ્ટ થશે.
- વાવેતર: એરંડાનું વાવેતર વધશે કે નહીં તે ખૂબ મહત્વનું છે કારણ કે તે ભાવને પ્રભાવિત કરશે.
- ભાવ: વરસાદ, વાવેતર અને બજારની માંગ આ ત્રણેય પરિબળો એરંડાના ભાવને નક્કી કરે છે.
- અનિશ્ચિતતા: હાલમાં બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે કારણ કે વાવેતરના અંતિમ આંકડા હજુ આવ્યા નથી.
એરંડાના ઘટેલા વાવેતર અંગે એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડાના વાવેતરનો સમય ઓગસ્ટ છે. છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડી જતાં ગુજરાત-રાજસ્થાનમાં વાવેતર હવે વધવાની ધારણા છે.
ગુજરાતમાં તા.૧૫મી સપ્ટેમ્બર સુધી એરંડાનું વાવેતર થતું હોઈ હાલના વાવેતરના આંકડા પરથી બજારનું અનુમાન ખોટું પડી શકે છે. એરડાના વાવેતરના સાચા આંકડા તા.૧૫મી સપ્ટેમ્બરે આવશે.
એરંડાની આવક અને કામકાજ શનિવારે નજીવા ઘટીને પપ હજાર ગુણીના થયા હતા. શનિવારે બનાસકાંઠા-પાટણ-મહેસાણામાં વેપાર ૩૩ હજાર ગુણી કચ્છમાં ૭ હજાર બોરી, માંડણ-પાટડી, હળવદ, સૌરાષ્ટ્રમાં ૩ હજાર બોરી, સાબરકાંઠા, અરવલ્લી, સાઉથ ગુજરાતમાં ૩ હજાર બોરી, રાજસ્થાનની ૬ હજાર ગુણી અને સીધા મિલોના ૩ હજાર બોરીના કામકાજ હતા.
એરંડા વાયદા સતત ઘટી રહ્યા હોઈ અને ઉત્તર ગુજરાતમાં વરસાદના ત્રણ રાઉન્ડ પુરા થયા બાદ ખેડૂતોની મનોવૃતિ ફરશે આથી આવક વધશે તેવી ધારણાએ પીઠા શનિવારે પણ વધુ રૂ.૫ થી ૧૦ ઘટીને એવરેજ રૂ.૧૧૮૦ થી રૂ.૧૧૯૫ રહ્યા હતા.
જગાણાના ભાવ સવારે રૂ.૧૨૩૧ ખુલ્યા બાદ રૂ.૧૨૩૧ હતા. એન.કે.ના ભાવ સવારે રૂ.૧૨૩૫ હતા તે સાંજે રૂ.૧૨૩૦ હતા.
ગાંધીધામના શીપસોના ભાવ સવારે રૂ.૧રર૮ થી ૧ર૪પ હતા તે સાંજે રૂ.૧રર૬ થો ૧૨૪૦ હતા. દિવેલના ભાવ સવારે રૂ.૧૨૩૨ ખુલ્યા બાદ સાંજે રૂ.૧૨૩૧ બોલાતા હતા.