અશોકભાઈ પટેલે (વેધરએનાલીસ્ટ) જણાવ્યુ છે કે તા.૬ સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ઉત્તર અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં એક લોપ્રેશર સિસ્ટમ બનવાની શકયતા છે.
ગુજરાત વરસાદ ની આગાહી :
જેથી સોરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં તા. ૭ સપ્ટેમ્બરથી ૧ ૩ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. આ રાઉન્ડ મોટા વિસ્તારોને આવરી લેશે. લો પ્રેશર બન્યા બાદ અરબી સમુદ્રથી મહારાષ્ટ્રથી લઈ લો પ્રેશર સિસ્ટમ્સ સુધી ઈસ્ટ – વેસ્ટ સીઅરઝોન થશે.
ગુજરાત વરસાદ ની સિસ્ટમ :
ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતી હોય મધ્યપ્રદેશ ઉપર આવે ત્યારે એક બહોળુ સરક્યુલેશન ઉત્તર પૂવ અરબી સમુદ્રથી ગુજરાત સુધી છવાશે. આ સિસ્ટમ નોર્થ વેસ્ટ તરફ ટ્રેક કરશે એટલે કે એમ પી બાજુ જશે. 3.1 કિમિ તેમજ 5.8 કિમિ ના લેવલ માં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન અરબી સમુદ્ર થી દક્ષિણ ના રાજ્યો અને લો પ્રેસર સિસ્ટમ સુધી હશે.
ગુજરાત વરસાદ સમાચાર :
- પવનનું જોર યથાવત: ૧૫ તાલુકામાં વરસાદ ઝાપટા
- આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી
- ૭ થી ૧ ૩ સપ્ટેમ્બર સાર્વત્રિક વરસાદ : અશોક પટેલ
- રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવઃ કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ
- સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા
- શ્રાવણ મહિનો પૂરું થતા વરસાદ જમવાની લોકોમાં આશા
- ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની માહોલ જામશે : હવામાન વિભાગ
ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે :
આ શિયર ઝોન બાદ માં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, છતીશગઢ અને લો સિસ્ટમ સુધી રહેશે. જયારે એમપી બાજુ સિસ્ટમ આવશે ત્યારે 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમ થી ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર સુધી ફેલાશે.