Monsoon season in gujarat: ગુજરાતમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડ્યો વરસાદ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Monsoon season in gujarat: ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામશે. જેમાં આજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સોમનાથ,જૂનાગઢ તથા મોરબી,અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં આગામી પ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વરસાદનું અપડેટ

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે.આ સિવાય, હાલમાં દક્ષિણ ભારતમાં મુંબઈ અને કોકણમાં ભારેથી અતિભારે વરસાદ પડયો છે. રાજયમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, નવસારી, વલસાડ તથા અમદાવાદ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે.

ક્યાં જિલ્લામાં પડ્યો વરસાદ

રાજકોટની ભાગોળે લોધીકા પંથકમાં સાંજે છ વાગ્યે અને પાંભર ઈટાળા, વાજડી વડ ઉપરાંત ખાંભા, તરવડા, માખાવડ, રાવકિ સહિતના આસપાસના ગામોમાં છેલ્લી એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ વાદળાઓ ઘેરાયા છે. બિલકુલ શાંત વાતાવરણમાં એકધારો જોરદાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે.

આજે બપોર પછી રાજકોટ નજીક આવેલા લોધીકા તાલુકાનાના પાભર ઇટાળા ગામે તથા લોધીકા તાલુકાનાના વાજડી વડમાં વરસાદ પડયો છે. દરમિયાન રાજકોટમાં અસહ્ય તાપ વચ્ચે બપોરે ૪ કલાકે ત્રિકોણબાગ, કોપારેશન ચોક, યાજ્ઞિક રોડ સહિતના અનેક વિસ્તારોમાં ઓચિંતો વરસાદ પડ્યો. રાજકોટ ઉપર વાતાવરણ બદલાઈ ગયું અતે અત્યારે ૪.૩૦ વાગ્યે વાદળા છવાઈ ગયા છે. વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ.

Rain in Rajkot
બપોર પછી રાજકોટમાં વાતાવરણ પલટાઈ ગયું વાદળાઓ છવાયા : રાજકોટની ભાગોળે લોધિકા પંથકમાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં વરસાદની આગાહી

તેમજ પંચમહાલ, દાહોદ તથા છોટાઉદેપુર, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજ વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ગુજરાત પહોંચી ચૂક્યું છે. ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પરહહોચી જવાની સંભાવના હતી.

ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનું વિલંબ

ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગના આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, બોટાદ, નમંદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં જ માધ્યમથી ઓછો વરસાદ આવી શકે છે.

ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો

ત્યારબાદ ૧૫ અને ૧ ૬ જૂને ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધુ ઘટશે અને જે વિસ્તારોમાં ૧૩ થી ૧૫ જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ ઘટી જાય તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

૧૫ જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અનેવલસાડના જિલ્લાઓમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. અને આ ૪ જિલ્લાઓને બાદ કરતા ગુજરાતમાં બીજે ક્યાંય વરસાદ પડવાની આગાહી નથી.

Leave a Comment