આગામી ૧૦મી ઓગષ્ટ સુધી સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારે વરસાદની શકયતા નથી. જયારે દક્ષિણ ગુજરાતમાં કોઈ કોઈ દિવસે મધ્યમથી ભારે વરસાદ પડી જાય તેમ વેધરએનનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.
તેઓએ જણાવેલ કે ગત સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ વરસાદ ૧૪ થી ર૪ મી.મી. પડ્યો હતો. તેની સામે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૧૪૯ મી.મી. વરસાદ થયો હતો. મધ્ય ગુજરાત ૬ ૧ મી.મી. અને નોર્થ ગુજરાતમાં ૩૭ મી.મી. વરસાદ થયો હતો.
જયારે દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે હળવો – મધ્યમ – ભારે તો કોઈ કોઈ દિવસે સિમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે : અશોકભાઈ પટેલ…
હાલની પરિસ્થિતિ મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર થયુ હતું. જે પશ્ચિમ બંગાળ ઉપર ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે. આવતા દિવસોમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ઝારખંડ અને એમ.પી., યુ.પી. બોર્ડર તરફ ગતિ કરશે અને ઉત્તરોત્તર નબળુ પડતુ જશે. બે દિવસમાં આ સિસ્ટમ્સ વેલમાર્ક લો પ્રેશર બની જશે.
આગાહી સમયમાં ફાયદો નુકશાન કરતાં પરિબળો આ મુજબ છે.
- હાલનું પ.બંગાળ પરનું ડિપ્રેશન ક્રમશઃ આગળ વધશે અને વેલમ લો પ્રેશરમાં ફેરવાશે.
- આવતા દિવસોમાં તેના અનુસંગિક ૩.૧નું અપરએર સાયકલોનીક સરકયુલેશનનું બહોળુ સરકયુલેશન સિસ્ટમ્સથી રાજસ્થાન સુધી લંબાશે.
- ૩.૧ કિ.મી.ના લેવલમાં ગુજરાત ઉપર ભેજ ઓછુ રહેશે.
- સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ ઉપર અરબી સમુદ્રના પવનો કુલ સ્પીડમાં ફૂંકાશે. દિવસના અમુક સમય તેની સ્પીડ રપ થી ૩૫ કિ.મી.ની રહેશે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે તા.૨ થી ૧૦ ઓગષ્ટ સુધીની આગાહી આપતા જણાવેલ કે અરબી સમુદ્રના ભેજયુકત પવનો દોઢ કિ.મી. અને તેની નીચેના લેવલમાં કુલ સ્પીડથી ફૂંકાતા હોય છુટાછવાયા ઝાપટા, હળવો વરસાદ કયાંક કયાંક મધ્યમ વરસાદની શકયતા છે.
કોસ્ટલ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં બાકીના સૌરાષ્ટ્રમાં વધુ માત્રામાં રહેશે. આગાહી સમયમાં ધૂપછાવ માહોલ રહેશે એટલે કે વરાપ અને રેળા મિકસ રહેશે.
ગુજરાત રીજનમાં અરબી સમુદ્રના ભેજયુકત પવનો ગુજરાત ઉપરથી પસાર થશે. જનરલ ધુપછાંવ માહોલ રહેશે. જેના લીધે છૂટાછવાયા ઝાપટા હળવો મધ્યમ વરસાદ પડશે.
દક્ષિણ ગુજરાત અને તેની નજીકના વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ અમુક દિવસે અને કોઈ કોઈ દિવસે સિમિત વિસ્તારોમાં વધુ ભારે વરસાદ પડશે.
Ok