Gujarat Monsoon Weather Update: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Monsoon Weather Update: ગુજરાતમાં ચોમાસાની હવામાન આગાહી BBC Weatherના કહેવા પ્રમાણે આવતા ૨૪ કલાકમાં રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, કંડલા, ભુજ, ખદીર, કચ્છના રણમાં ભારે વરસાદની પૂરી સંભાવના છે. પરની સ્થિતિ સર્જાવાની પણ પરી શક્ચતા છે. મહત્તમ સાવચેતી રાખવી જરૂરી છે. આ મુજબ આજે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

આ જીલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં આજથી પાંચ દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ૨૭ જૂનના રોજ જામનગર, રાજકોટ, મોરબી, સુરત સહિત ૧૦ જિલ્લામા અતિભારે વરસાદ થઈ શકે છે. જેના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જયારે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને વડોદરા સહિત ૧૩ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.

૨૪ થી ૪૮ કલાકમાં રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ સહિત અનેક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના : બીબીસીની આગાહી, રાજકોટ જીલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી : NDRF ટીમ તેનાત કરાઈ ૨૪ થી ૪૮ કલાક ખતરનાક વરસાદની શક્યતા…

Today satellite image
ઇન્ડીયા સેટેલાઇટ હવામાન નકશો

૨૭મી જૂને વરસાદની આગાહી

આજે હવામાન વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે (૨૭મી જૂન) કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં ૨૮મી જૂને વરસાદની આગાહી

આ ઉપરાંત આવતીકાલે ૨૮મી જૂને કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

૨૯મી જૂને વરસાદની આગાહી

૨૯મી જૂનના રોજ કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

૩૦મી જૂને વરસાદની આગાહી

૩૦મી જુનના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ક્ચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં ૧લી જુલાઈએ વરસાદની આગાહી

૧લી જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ર અને ૩ જુલાઈએ વરસાદની આગાહી

ર અને ૩ જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જયારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અન રાજકોટ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment