Gujarat monsoon: કેરળમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ હવે ચોમાસું ધીમે-ધીમે આગળવધીને મહારાષટ્રયઈન ગુજરાતમાં એન્ટ્રી કરશે. જે રીતે કેરળમાં ચોમાસું વહેલું આવ્યું છે તે રીતે ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી વહેલી થશે કે કેમ તે અંગે સવાલો લોકોને થઈ રહ્યા છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા પ્રી-મોન્સૂન એકટીવીટી થશે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ
રાજ્યમાં બે દિવસથી રાત્રીના સમયે અમુક વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે, જેમાં શનિવારે મહેસાણા અને રવિવારે સુરેન્દ્રનગરના અમુક ભાગમાં વરસાદ પડ્યો હતો. હવે આજથી શરૂ થયેલા નવા અઠવાડિયા દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહી શકે છ તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા માહિતી આપવામાં આવી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં હવામાન
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. અગાઉ નોંધાયેલા તાપમાનમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે ૪૨ અને ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન ખાતાની આગાહી : જો કે આગામી અઠવાડિયાથી પ્રિ-મોન્સુન એકિટવીટી થવાની હવામાન વિભાગની આગાહી…
ચાલુ સપ્તાહમાં ગુજરાતનું તાપમાન
ચાલુ સપ્તાહના મધ્ય સુધીમાં તાપમાનમાં મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું. જોકે, કેટલાક ભાગોમાં તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ પણ જોવાઈ રહી છે.
ગુજરાતમાં વરસાદની સંભાવના અને પ્રી-મોન્સુન
હાલ રાજયમાં વરસાદની સંભાવનાઓ નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ બની હોવાના કારણે લોકલ કન્વેક્શનના કારણે અમુક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે, જોકે, આગામી અઠવાડિયાથી રાજયમાં પ્રી-મોન્સુન એક્રિટવિટી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.
પ્રી-મોન્સુન વરસાદની શક્યતા
પ્રી-મોન્સુન એક્ટિવિટી દરમિયાન રાજયમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. રાજયમાં ચાલુ અઠવાડિયા દરમિયાન હવાની ગતિમાં વધારો થવાની સંભાવનાઓ છે. જેમાં રાજયમાં આજે પવનની ગતિ ૨૦-૨૫ કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે.
ગુજરાતમાં પવનની ગતિ
૪ જૂનથી પવનની ગતિમાં વધારો થવાની સંભાવનાઓ છે, જેમાં પવનની ગતિ ૩૦ થી ૩૫ કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે.ચોમાસા દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પાછલા વર્ષ કરતા આ વર્ષે ચોમાસું વધારે સારું રહેવાની શક્યતાઓ છે, આ સાથે હવામાન વિભાગે ગુજરાતના અન્ય ભાગો કરતા સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ પણવ્યક્ત કરી છે.
૮ જુને ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા ૮ જૂને દાહોદ, છોટા ઉદેપુર, નમદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતનો કેટલાક જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.
૯ જુને ક્યાં પડશે વરસાદ
અને આગામી ૯ જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નમદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો પાડવાની સંભાવના છે.
૧૦ જુને ક્યાં પડશે વરસાદ
આગામી ૧૦ જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો ગાજવીજ સાથે વરસાદ પડશે.
૧૧ જુને ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગે ૧૧ જુને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત સૌરાષ્ટ્રનાજુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
કેટલાક રાજ્યામા ધોધમાર વરસાદની શકયતા
ઉત્તરપૂર્વ ભારત, તમિલનાડુ , આંધ્રપ્રદેશ , તેલંગાણા , કણટિક, સિક્કિમ, આસામ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેનાપર આગાહી કરી છે.સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા મુજબ આગામી ર દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર,કર્ણાટક,રાયલસીમા,તટીય આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
આગામી ૨૪ કલાકમાં વરસાદની શક્યતા
આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તરપૂર્વભારત, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, સિક્કિમ, આસામ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષહ્દીપ, ઓડિશાના ભાગો, છત્તીસગઢ, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આગામી હવામાનની સ્થિતિ
બિહારમાં હળવો વરસાદ થઈ શકે છે.ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પંજાબ અને હરિયાણાના ભાગોમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ શક્ય છે.