અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા દસેક દિવસથી કપાસની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નવરાત્રી પર્વએ ઠૅર ઠેર જીનિંગોમાં કામકાજના મુહૂર્ત થતા કપાસની વધતી ડિમાન્ડ વચ્ચે ખેડૂતોને યાર્ડમાં કપાસના પ્રતિ મણના રૂ.૧૭૨૫ થી પણ ઊંચા ભાવ મળી રહ્યા છે. કપાસમાં એક જ દિવસમાં ૨૧ હજાર મણની આવક જોવા મળી હતી.
Gujarat Cotton income in Saurashtra apmc Babra marketing yard is booming farmers get cotton price Rs.1425 |
હાલ બાબરા યાર્ડમાં ફક્ત બાબરા તાલુકાના ખેડૂતો જ નહીં પરંતુ આસપાસના જિલ્લાના ખેડૂતો તેમજ અન્ય તાલુકાઓના ખેડૂતો પણ કપાસનો જથ્થો ઠાલવી રહ્યા છે. પહેલી વીણીના કપાસમાં મોટા પ્રમાણમાં આવકો થઇ રહી છે. ખેડૂતો ઉત્સાહપુર્વક પહેલી વીણીનો મબલખ પાક લઈ આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતોને કપાસમાં સારા ભાવ મળી રહ્યા છે.
સરેરાશ પ્રતિ મણના ર્.૯૫૦ થી ૧૭૨૫ સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. જોકે, કપાસમાં હજુ હવા તેમજ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તેમ છતાં પ્રમાણમાં સારી ક્વોલીટીના કપાસના ખેડૂતોને રૂ.૧૪૦૦ થી ૧૫૦૦ના ભાવ મળી રહ્યા છે.
આ પણ વાંચો :
- ગોંડલમાં મગફળીની એક લાખ ગુણી ઉપરની આવક, મગફળી ના ભાવ માં આવ્યો ઘટાડો
- ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?
બાબરા પંથકમાં અન્ય જિલ્લાઓ અને તાલુકાઓમાંથી પણ કપાસ ઠલવાઇ રહ્યો છે, કપાસમાં હવા તેમજ ભેજનું પ્રમાણ હોય છે, તેમ છતાં ખેડૂતોને એક્દરે રૂ.૧૪૦૦ થી ૧૫૦૦ના ભાવ મળી રહલા છે…
સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં હાલ કપાસની સ્થાનિક આવકો વધી રહી છે તેની બીજી તરફ મહારાષ્ટ્રમાંથી આવતા કપાસની આવક પણ સડસડાટ વધી રહી છે. દીવાળી દરમિયાન સારી ક્વોલીટીનો કપાસ આવવા લાગશે તેવી કપાસના વેપાર સાથે સંકળાયેલા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.