સૌરાષ્ટ્રના ગોંડલમાં મગફળીની એક લાખ ગુણી ઉપરની આવક, મગફળી ના ભાવ માં આવ્યો ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં સતત બીજા દિવસે ચિક્કાર આવકો થઈ હોવાથી ભાવમાં એક જ દિવસમાં મણે રૂ.૨૫થી ૫૦નો ઘટાડો થઈ ગયો હતો. આગામી દિવસોમાં મગફળીની આવકો હજી વધશે, જેને પગલે ભાવ નીચા આવે તેવી ધારણાં છે. ડીસા અને ગોંડલ પીઠામાં પુષ્કળ આવક થઈ રહી છે, જેને પગલે સીંગદાણાની બજારમાં પણ નરમ ટોન હતો અને સરેરાશ ટને રૂ.૫૦૦૦ થી ૭૦૦૦ નીકળી ગયાં હતાં.

today commodity market news of saurashtra Gondal in peanut income over one lakh bags and groundnut price goes down
today commodity market news of saurashtra Gondal in peanut income over one lakh bags and groundnut price goes down

ગુજરાતમાં મગફળીની અવાક

સમગ્ર ગુજરાતમાં આજે કુલ ૧.૮૭લાખ ગુણીની આવક કે વેપારો યાર્ડનાં ભાવ-આવકનાં પત્રક મુજબ થઈ છે, જેમાં ગોંડલમાં કુલ એક લાખ ગુણીની આવક હતી, જેમાંથી વેપારો ૨૮ હજાર ગુણીનાં થયા હતાં.

ગોંડલમાં મગફળીની અવાક

ગોંડલની વધારાની ૭૦ હજાર જેવી ગુણી ઉમેરવામાં આવે તો કુલ આવક આજે ૨.૫૦ લાખ ગુણી ઉપર થઈ જાય છે. આ ઉપરાંત ડાયરેક્ટર ડિલીવરીનાં વેપારો થયા હોય તે જુદા ગણવાનાં રહેશે. આમ આવકો સતત વધી રહી છે.

ગોંડલ મગફળી ના ભાવ

ગોંડલમાં ૨૮ હજાર ગુણીનાં થયા હતા. ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૩૦૦, ૨૪ નંબરમાં રૂ.૮૦૦ થી ૧૨૦૦, અને જી-૨૦માં રૂ.૮૫૦ થી ૧૦૦૦નાં ભાવ હતાં.

ઉત્તર ગુજરાતના ડીસામાં સતત બીજા દિવસે ૪૦ હજાર ગુણીની આવકોઃ સીંગદાણાનાં ભાવ પણ તુટ્યાં…

આ પણ વાંચો :

રાજકોટ મગફળી ના ભાવ

રાજકોટમાં ૧૭ હજાર ગુણી પેન્ડિંગ છે અને ૧૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ૨૪ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૭૦, ૩૪૭ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૧૫૦, ૩૯ નં.માં રૂ.૯૦૦ થી ૧૨૧૦ અને જી-ર૦માં રૂ.૧૨૨રપ થી ૧૨૬૦નાં ભાવ હતાં.

હિંમતનગર મગફળી ના ભાવ

હિંમતનગરમાં ર૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૮૩ થી ૧૫૯૭નાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment