ગુજરાત વેધર અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે તા. ૨૬ જુલાઈથી ૧લી ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર – કચ્છ કરતાં ગુજરાત રીજનમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.
અશોક પટેલે જણાવેલ કે ગુજરાત રાજયમાં છેલ્લા ૨૪ કલાક સુધીમાં ૧૦૧ તાલુકાઓમાં વરસાદ થયેલ છે. જેમાંથી ૫૬ તાલુકામાં ર૫ મી.મી. અથવા વધુ વરસાદ પડેલ છે. ઓવરઓલ વરસાદની પરિસ્થિતિ ર૪ જુલાઈ સુધી આ પ્રમાણે છે. સૌરાષ્ટ્ર – કચ્છ રીજનમાં ૧૬૮ ટકા વધારો. ફકત કચ્છમાં ૨૭૯ ટકા. ગુજરાત રીજનમાં ૩૯ ટકા અને સમગ્ર રાજયમાં ૯પ ટકા વધારો.
સૌરાષ્ટ્ર – કચ્છ માં છુટાછવાયા ઝાપટા, હળવો તો કયાંક – કયાંક મધ્યમ વરસાદની શકયતા : ધૂપછાંવ માહોલ રહેશે…
તેવીજ રીતે ભારત લેવલે ૬ ટકાનો વધારો થયો છે. પરંતુ અમુક રાજયોમાં ઘટ હજુ પણ છે. જેમ કે કેરેલા, ઝારખંડ, બિહાર, વેસ્ટ બંગાળ તેવી જ રીતે પૂર્વોત્તર રાજયોમાં મણીપુર, મીઝોરમ એને ત્રિપુરા.
હાલમાં મધ્ય પશ્ચિમ અને લાગુ ઉત્તર પક્ષિમ અને લાગુ આંધ્ર ઓડીસ્સા ઉપર એક વેલમાર્ક લો પ્રેશર છે. જે આવતા દિવસોમાં હજુ મજબૂત થશે. બાદ જમીન ઉપર આવશે.
દક્ષિણ ગુજરાત અને તેની નજીકના વિસ્તારમાં અમુક દિવસ હળવો, મધ્યમ, ભારે અને કોઈ – કોઈ દિવસ સિમિત વિરતારમાં ભારે વરસાદ પડશે…
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૬ થી ૧લી ઓગષ્ટ સુધીની આગાહી કરતાં જણાવેલ કે નીચે મુજબ વિવિધ પરિબળો જે ગુજરાતને અસરકતા છે.
- ચોમાસુધરીનો પશ્ચિમ છેડો ક્રમશ: ઉત્તર તરફ ગતિ કરશે નોર્મલ થશે અને ત્યારબાદ આગાહી સમયમાં વોર્મલથી ઉત્તર તરફ જ રહેશે અને અમુક સમયે હિમાલયની તળેટીએ સરકી જશે.
- બંગાળની ખાડીવાળુ વેલમાર્ફ લો પ્રેશર હજુ મજબૂત થશે તેના અનુસંધાને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીના અમુક વિસ્તારોમાં મોનસુન ટ્રફ અમુક દિવસ સક્રિય રહેશે.
- અરબી સમુદ્ર પરના અપરએર સાયક્લોનિક સરકયુલેશનનો ટફ તેમજ વેલમાર્ક લો પ્રેશરમાંથી ટ્રફ ગુજરાત ઉપર અથવા નજીક બે-એક દિવસ રહેશે.
- તા.૨૭ જુલાઈથી સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાત ઉપર અરબી સમુદ્રના ફુલસ્પીડે પવન ફુંકાશે. દિવસ દરમિયાન ૩૦ થી ૪૦ કે.મી.ની ઝડપ રહેશે.
જેની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અરબી સમુદ્રના ભેજયુકત પવનો ૧.૫ કિ.મી.અને નીચેના લેવલમાં ફુલસ્પીડથી ફૂંકાશે જેથી છુટાછવાયા ઝાપટા હળવો વરસાદ તો કયાંક – કયાંક મધ્યમ વરસાદની શકયતા છે. આગાહી સમયમાં ધૂપછાવ માહોલ રહેશે. વરાપ અને રેખા મિકસ રહેશે.
ગુજરાત રીજન (નોર્થ – મધ્ય – દક્ષિણ ગુજરાતમાં ) અરબી સમુદ્રના ભેજયુકત પવન ગુજરાત પરથી પસાર થશે. જેના લીધે છુટાછવાયા ઝાપટા, હળવો, મધ્યમ વરસાદ કોઈ – કોઈ દિવસે ધુપછાવ માહોલનું મિકસ વાતાવરણ રહેશે.
જયારે દક્ષિણ ગુજરાત અને તેની નજીકના વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ દિવસ સિમિત વિસ્તારમાં વધુ ભારે વરસાદ પડશે.