Cotton price today in Gujarat: કપાસના ટેકાના ભાવ વધવા છતા દેશમાં વાવેતર ઘટવાનો અંદાજ, રૂના ભાવમાં વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Cotton price today in Gujarat: કપાસની બજારમાં પાંખી આવક્ર વચ્ચે ભાવમાં ટૂંકી વધઘટ હતી. સારા કપાસનાં ભાવ રૂ.૫થી ૧૦ સારા હતા, પંરતુ બજારમાં હવે કોઈ મોટી લેવાલી નથી. મોટા ભાગની જીનો બંધ પડી હોવાથી બજારમાં કપાસની માંગ પણ ઓછી છે. સૌરાષ્ટ્રમાં મઈન લાઈનના કપાસની આવકો હવે સાવ બંધ થઈ ગઈ છે અને મહારાષ્ટ્રની આવક પણ બહું ઓછી છે.

વરસાદને લઈને કપાસની સ્થિતિ

આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ ઉપર બજારનો આધાર રહેલો છે. વેપારીઓ કહે છેકે સરકાર ટેકાદ્તાં ભાવ, વધાર્યા છે, પંરતુ તેની અસર અત્યારે દેખાશે નહીં. નવી સિઝનમાં’ભાવ ઊંચા ખુલે તેવી ધારણાં છે અને ૨૦૨રપનાં ચોમાસામાં કપાસના વાવેતર ફરી વધી જાય તેવી ધારણા છે. અમેરિકામાં જુલાઇથી લાનીનોની ઇફેકટ શરૂ થવાની આગાહી અને અગાઉ રપ વાવાઝોડાની આગાહીને પગલે જુલાઇથી કપાસના ઊભા ક્રોપની પ્રતિકૂળતાં વધશે.

કપાસના ટેકાના ભાવની અસર

ક્રેન્દ્ર સરકરે કપાસનાં ટેકાનાં ભાવમાં મણે રૂ.૧૦૦નો વધારો કર્યો હોવા છત્તા સમગ્ર દેશમાં કપાસનાં વાવેતરમાં ઘટાડો થાય તેવો અંદાજ એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે.

દેશમાં કપાસનો વાવેતર વિસ્તાર

ખરીફ ૨૦ર૪ પાકની મોસમ માટે સમગ્ર દેશમાં કપાસનો વાવેતર વિસ્તાર ઓછો જોવા મળશે કારણ કે વૈશ્વિક ભાવમાં નબળા વલણ વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય ઉત્પાદક રાજ્યોના ખેડૂતો કઠોળ અને મકાઈ જેવા વધુ નફાકારક પાકોનું વાવેતર કરવાની પસંદગી દર્શાવે છે.

CCIની ખરીફ સિઝનની આગાહી

કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ખરીફ સિઝનમાં ગત વર્ષના ૧૨૪.૬૯ લાખ હેક્ટર કરતાં વાવેતર વિસ્તાર ઘટવાની આગાહી કરી છે.

ઉત્તર ભારતમાં કપાસનું વાવેતર

ઉત્તર ભારતમાં જ્યાં ખરીફ માટે વાવેતર લગભગ હાથ ધરવામાં આવ્યું છે, વાવેતર લગભગ અડધોઅડધ ઘટી ગયો છે કારણ કે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ખેડુતીએ ગયા વર્ષે કીટકોના હુમલામાં વધારો થવાને કારણે પાકને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો મુખ્યત્વે ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે હતો. એક તરફ ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ ભાવ નીચા રહેતા પણ તેની અસર થઈ હતી.

કડીમાં કપાસના ભાવ અને અવાક

કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૧૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૩૬૦થી ૧૪૫૦ હતા. જ્યારે કાઠીયાવાડનાં કપાસની ચારથી પાંચ ગાડીની આવક વચ્ચે ભાવ રૂ.૧૪૦૦થી ૧૪૫૦ હતાં.

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ અને અવાક

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની ૧૦ ગાડન કાવક હતી અને ભાવ રે. રી ૧૪૭૦ હતા. મેઈન લાઈની બાવક નહોંતી. લોકલ ૩૫ હ કંડીશનના કપાસના ભાવ ૪૫૦થી ૧૫૦૦ હતા.

રાજકોટમાં કપાસના ભાવ અને અવાક

રાજકોટમાં કપાસની ૪૦૦૦ મણની કવક હતી અને ભાવ ફોરજી ૧૪૬૦થી ૧૪૯૦, એ ગ્રેડુિ.૧૪૩૦થી ૧૪૬૦, બી ગ્રેડ ફે.૨૩૭૦થી ૧૪૨૦ અને જ મેડમાં રૂ.૧૨૫૦થી ૧૩૦ છતે, એક એન્ટ્રી રૂ.૧૫૧૨ ની હતી.

ભારતની કોટનયાર્નની વેદેશમાં નિકાસ

ભારતીય કોટનયાર્નની નિકાસ એપ્રિલમાં માર્ચ કરતાં ૧૬.રપ ટકા ઘટી હતી જો કે ગત્ત વર્ષના એપ્રિલ કરતાં નિકાસ ૧૪.૫૪ ટકા વધી હતી. ભારતની કોટનયાર્નની નિકાસ એપ્રિલમાં ૮૭,૬૩૭ ટનની રહી હતી જેમાં સૌથી વધુ કોટનયાર્નનની નિકાસ બાંગ્લાદેશમાં 37,248 ટન, બીજા ક્રમે પોર્ટુગલમાં 5,772 ટન, ત્રીજા ક્રમે વિયેતનામમાં 5468 ટન અને ચોથા ક્રમે ચીનમાં 4808 ટનની થઇ હતી. લાંબા શૂમય સુધી ભારતીય કોટનયાર્નની સોથી વધુ નિકાસ ચીનમાં થતી હતી પણઃચીનમાં કોટનયાર્નની ડિમાન્ડ ઘડતાં| ભારતોય કોટનયાર્નની નિકાસ ઘટી હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment