ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દિવાળીએ થવાનાં ઘઉંના ભાવ નવરાત્રીએ થઈ ગયાં છે અને ન ધારેલા ભાવો બોલાવા લાગ્યાં છે. ગુજરાતનાં મોટા ભાગનાં પીઠાઓમાં મિલબર ઘઉંના ભાવ મણનાં રૂ.૪૦૦ની ઉપર અને સારી ક્વોલિટીનાં ઘઉં રૂ.૫૦૦ની ઉપર ક્વોટ થઈ રહ્યાં છે. આ ભાવથી અનેક ખેડૂતો બિયારણ સિવાયનો વધારાનો માલ બજારમાં ઠલવી રહ્યાં છે. જે ખેડૂતોએ હજી લાભ ન લીધો હોય તેવો પણ વેચાણ કરી શકે છે. આટલા ઊંચા ભાવ ટકી રહેશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. આ ભાવથી હવે બહુ મોટી તેજી થાય તેવી પણ સંભાવનાં બહુ ઓછી છે.

commodity market news of wheat price hike may stop now in gujarat wheat farmer can sell it
commodity market news of wheat price hike may stop now in gujarat wheat farmer can sell it

ગુજરાતમાં ઘઉં ની બજાર

ઘઉંની તેજી પાછળનું મુખ્ય કારણ નિક્સા વેપારો છે. હાલમાં વૈશ્વિક ભાવ ઊંચા હોવાથી ઘરઆંગણે સ્ટોકિસ્ટો અને કેટલીક મોટી મલ્ટીનેશનલ કંપનીઓની લેવાલી સારી છે, જેને પગલે બજારો વધી રહ્યાં છે.

કેવી રહેશે ઘઉંની બજાર

ઘઉંની એક અગ્રણી મલ્ટીનેશનલ કંપનીનાં અધિકારીએ જણાવ્યું હતું કેઘઉનાં ભાવ ૧૦૦ કિલોનાં રૂ.૨ર૩૦થી ૨૨૫૦ સુધી પહોંચીને પછી અટકો જાય તેવી સંભાવનાં છે. ( આ મુજબ પીઠાઓના ભાવમાં હવે રૂ.૧૦થી ૨૦ની તેજી આવશે, પંરતુ વધુ તેજી નહીં આવે)

આ પણ વાંચો :

કેવા રહેશે ઘઉંના ભાવ

આગામી દિવસોમાં ઊંચા ભાવથી ઘઉંનાં નવા નિકાસ વેપારો થાય તો જ તેજી ટકી શકે તેમ છે. વર્તમાન ભારતીય ભાવથી નિકાસમાં હાલ છેલ્લા બે-ચાર દિવસથી કોઈ નવા સૌદા થાય નથી. ભાવ ૩૧૦ ડોલર પ્રતિ ટન આસપાસનાં જ ક્વોટ થઈ રહ્યાં છે. ૩૨૦ ડોલરની ઉપર ભાવ જાય તો કોઈને હવે માલ લેવો નથી.

ઘઉંના ખેડૂતોએ કયારે વેચાણ કરવું

આવી સ્થિતિમાં ઘઉંમાં મોટો વધારો હાલ પૂરતો ટળી શકે છે. નવરાત્રી બાદ બિયારણની માંગ નીકળશે ત્યારે બિયારણ ક્વોલિટીનાં ઘઉના ભાવમાં સરેરાશ બજારો સુધરે તેવી પણ સંભાવનાં રહેલી છે, પંરતુ એ સુધારો કેટલો આવશે એ કહેવું મુશ્કેલ છે.

Leave a Comment