અમેરિકા-ચીનમાં માર્ચ મહિનાથી નવા કપાસનું વાવેતર શરૂ થશે અને એપ્રિલથી પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર શરૂ થશે. અમેરિકામાં કપાસનું વાવેતર ૧૩ ટકા વધવાની આગાહી થઇ છે અને ઉત્પાદન ૮ થી ૧૦ લાખ ગાંસડી વધવાનો અંદાજ મૂકાયો છે. ચીન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં પણ કપાસનું વાવેતર ચાલુ વર્ષથી વધવાની ધારણા મૂકાઇ રહી છે.
ભારતમાં કપાસનો પાક ઓછો થયો છે. અત્યાર સુધીની આવક જોતાં ગયા વર્ષ કરતાં ૬૮ થી ૭૦ લાખ ગાંસડી રૂની આવક ઓછી થઇ છે આથી કપાસની ખેંચ હજુ બે મહિના રહેશે તે નક્કી છે પણ હલકો અને મિડિયમ કપાસ બજારમાંથી જોઈએ તેટલો મળે છે, સારી કવોલીટીના કપાસની અછત હજુ વધશે આથી સારી કવોલીટીના કપાસના ભાવ હજુ વધવાની શક્યતા છે પણ હલકો અને મિડિયમ કપાસમાં ભાવ બહુ વધવાની શક્યતા નથી.
આથી હલકો અને મિડિયમ કપાસ જો ખેડૂતોને સાચવી રાખવો હોય તો ભાવ મળે પણ ખરા અને ન પણ મળે તે જોખમે હલકો અને મિડિયમ કપાસ સાચવી રાખવો. સારી કવોલીટીના કપાસના મણે રૂ.૧૦૦ વધી જાય તો તેની પાછળ હલકો અને મિડિયમ કપાસ પણ મણે રૂ.૨૦ થી રપ વધી શકે છે પણ તેની કોઇ ખાતરી નથી આથી ખેડૂતોએ જોખમ લઇને હલકો અને મિડિયમ કવોલીટીનો કપાસ સાચવી રાખવો.
સારી કવોલીટીનો કપાસ સૌરાષ્ટ્રમાં જીનપહોંચ રૂ.૨૦૦૦ની ઉપર વેચાય છે અને ગામડે બેઠા રૂ.૨૦૦૦ની નીચે સારી કવોલીટીનો કપાસ મળતો પણ નથી તે હક્કીત છે. છેલ્લા દસ દિવસમાં રૂમાં વધ્યા ભાવથી ખાંડીએ (૩૫૬ કિલોની) રૂ.૩૦૦૦ થી ૩૫૦૦ ઘટી ગયા છે તે જ રીતે સારી ક્વોલીટીના કપાસના ભાવ જીનપહોંચ એક વખત રૂ.૨૦૬૦ થી ૨૦૭૦ બોલાય ગયા હતા પણ તે પણ ઘટીને અત્યારે રૂ.૨૦૦૦ થઇ ગયા છે.
- સૌરાષ્ટ્રના રાજકોટ માં નવા ઘઉંની આવકો શરુ, જૂના ઘઉંનાં ભાવમાં સ્થિરતાં
- નાશીકમાં ડુગળીની આવકો વધતી ન હોવાથી લોકલ ડુંગળીના ભાવમાં સ્થિરતા
- ચણાની નવી આવકોમાં વધારો થતા ચણાના ભાવમાં ઉછાળો
- લઘુતમ ટેકાના ભાવે ખરીદી તુવેર, ચણા અને રાયડાની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ
સારી કવોલીટીના કપાસમાં હજુ મણે રૂ.૫૦ થી ૧૦૦ મે મહેના સુધીમાં વધી શકે છે પણ હલકા અને મિડિયમ કપાસમાં કદાચ રૂ.૨૦ થી રપ વધે પણ ખરા અને રૂ.૨૫ થી ૫૦ ઘટે પણ ખરા ? અમેરિકા અને ચીનમાં વાવેતરની પ્રગતિ કેવી રહે છે તેની પર કપાસના ભાવનો આધાર રહેશે.