રશિયા અને યુક્રેન યુદ્ધથી બધી ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી વધુ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રશિયાએ યૂક્રેન ઉપર હુમલો કરતાં તેનો સૌથી મોટો ફાયદો ભારતીય ખેડૂતોને થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જે મુખ્ય ૨૪ ખેતપેદાશોના ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવે છે તેમાં કઠોળ પાકોને બાદ કરતાં તમામ પાકોનાં ભાવ અત્યારે ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યાં છે.

ખાસ કરીને કપાસ, ઘઉ-મકાઈ અને રાયડો-સુર્યમુખી બીજનાં ભાવ ટેકાના ભાવથી વધારે ઊપર ટ્રેડ કરી રહ્યાં છે, જેનાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે અને સરકારનાં ટેકાના ભાવ હેઠળની ખરીદીના ખર્ચ ભારણમાં આ વર્ષે ઘટાડો થશે.

ઘઉનાં ભાવ ખુલ્લા બજારમાં કિવન્ટલના રૂ.૨૩૦૦થી ૨૫૦૦ છે, જેની તુલનાએ સરકારી ટેકાનાં ભાવ કિવન્ટલનો રૂ.૨૦૧૫ છે. ઘઉની આ વર્ષે વિક્રમી સિકાસ થઈ હોવાથી સરકારને ટેકાનાં ભાવથી ખરીદી આ વર્ષે ટાર્ગેટથી ઓછામાં ઓછી ૧૦૦ લાખ ટન જેવી ઓછી થાય તેવી ધારણા છે.


જવનાં ભાવ ટેકાનાં ભાવ રૂ.૧૬૩૫ની તુલનાએ ૪૧થી પછ ટકા જેટલા ઊંચા ચાલે છે, જ્યારે મકાઈનાં ભાવ ખુલ્લા બજારમાં ટેકાનાં ભાવ રૂ.૧૮૭૦ની તુલનાએ ૧૮ ટકા જેવા ઊંચા છે.

રાયડાનું બમ્પર વાવેતર અને વિક્રમી પાક હોવા છત્તા રાયડાનાં ખુલ્લા બજારમાં ભાવ ટેકાનાં ભાવ કરતાં ૩૯થી ૪૧ ટકા ઉપર રૂ.૭૦૦૦ આસપાસનાં ભાવ છે, જેનાં ટેકાનાં ભાવ રૂ.૫૦૫૦ છે. સનફલાવર સીડ અને સોયાબીનનાં ભાવ પણ ટેકાનાં ભાવની ઉપર જ ચાલી રહ્યાં છે.


કપાસ-રૂનાં ભાવ પણ વિક્રમી ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યાં છે. રૂનાં ભાવ ખાંડીનાં રૂ.૯૦,૦૦૦ની સપાટી પર પહોંચી ગયાં છે. કપાસનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.૨૨૦૦થી રપ૦૦ની સપાટીએ પહોંચી ગયા છે. આમ યુદ્ધની અસરે મોટા ભાગની કોમોડિટી અત્યારે ટૅકાનાંભાવની ઉપર ટ્રેડ કરી રહી છે. કઠોળ પાકોમાં તુવેરનાં ભાવ ટેકાના ભાવની બરાબર છે, પરંતુ ચણા-મગનાં ભાવ નીચા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment