નાણાકીય વર્ષનાં છેલ્લા દિવસે મગફળીની બજારમાં સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. વેપારીઓને હિસાબો પૂરા કરવાનાં હોવાથી શુક્રવાર પણ સરેરાશ મગફળીનાં ભાવમાં ખાસ કોઈ ફેરફાર થાય તેવું લાગતું નથી. શનિવારે ગોંડલ સહિતનાં યાર્ડો ખુલશે અને ત્યાં કેટલી માત્રામાં મગફળીની આવક થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
જામનગર મિલ ડિલીવરીનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૪૦૦ બોલાતાં હતાં. જ્યારે જૂનાગઢ બાજુ ખાંડીનાં ભાવ રૂ.૨૮૨૦૦થી. ૨૮૫૦૦ વચ્ચે સ્ટેબલ રહ્યાં હતાં.
મગફળીની આવકો ઉપર જ આગામી દિવસોની ચાલનો આધાર રહેલો છે. ખાસ કરીને પિલાણબર મગફળીની આવકો કેટલી માત્રામાં થાય છે તેનાં ઉપર સૌની નજર છે.
- ગુજરાતમાં કલરવાળી ધાણીની ડિમાન્ડ વધતા ધાણાના ભાવમાં ઉછાળો
- રશિયા અને યુક્રેન યુદ્ધથી બધી ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી વધુ
- જીનોની સારા કપાસની માંગ વધતા ગામડે બેઠા કપાસના ભાવમાં ઉછાળો
- ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા
સીંગદાણાનાં ભાવ ટકેલા રહ્યાં હતાં. કોમર્સિયલ સીંગદાણાનાં ભાવ રૂ.૬૯૬,૫૦૦ની સપાટી પર સ્ટેબલ હતાં. એચપીએસ સીંગદાણામાં પણ જાવા-ટીજે અને બોલ્ડ ક્વોલિટીનાં બજારો ટકેલા રહ્યાં હતાં.
માર્ચ આખરને કારણે કોઈ વેપારો થયા નહોંતાં. આગામી દિવસોમાં નિકાસ વેપારો થોડા ખુલશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાં છે.