હાલ મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહે સારો વરસાદ પડ્યાં બાદ છેલ્લા બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતનાં અનેક સેન્ટરમાં પણ સારો વરસાદ પડ્યો હતો.
સારા વરસાદને પગલે મગફળીનાં ઊભા પાકને મોટો ફાયદો થયો છે. જે વિસ્તારમાં વાવેતર ઓછા થાય છે ત્યાં હવે ઉતારા સારા આવે તેવી સંભાવનાં છે અને ઉત્પાદન સરભર થઈ જવાની સંભાવનાઓ અત્યારે દેખાય રહીછે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે જો ગત વર્ષની જેમ પાછોતરો વરસાદ નુકસાનદાયક ન પડે તો આ વર્ષે મગફળીનો પાક સારો થાય તેવી પૂરી સંભાવના છે. મગફળીની ક્વોલિટી પણ સારી રહે તેવી ધારણા છે.
જે ખેડૂતોએ બીટી ૩રનું વાવેતર કર્યું છે તેમને ઉતારા વધી જાય તેવી પણ ધારણાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બીટી ૩રનાં વાવેતર ખુબ થયા છે. દાણા કડવા લાગે છે, પરિણામે પિલાણમાં ચાલતા નથી. મગફળીનાં વેપારીઓ કહે છેકે આ વર્ષે નવી મગફળી સષ્ટેમ્બર મહિનામાં દેખાવા લાગશે.
જો વાતાવરણ સાનુકૂળ રહેશે તો ૧૫મી સપ્ટેમ્બર બાદ આવકોમાં વધારો જોવા મળી શકે છે. નવરાત્રી આ વર્ષે ગત વર્ષની તુલનાએ સરેરાશ એકાદ સપ્તાહ વહેલી છે, જેને પગલે સિઝન પણ વહેલી શરૂ થવાની ધારણાં છે.
રાજકોટમાં લોકલ જૂની ૨૫૦૦ ગુણી થઈ હતી. ભાવ જીર૦ નાં રૂ.૧૨૫૦ થી ૧૪૦૦ અને બીટી ૩રમાં રૂ.૧૨૦૦થી ૧૩૬૦ના ભાવ હતાં. મૈનપૂરીની આવક નહોંતી. યાર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે મગફળીની તા.૧૦ ઓગસ્ટને બુધવારે છેલ્લી હરાજી થશે, ત્યાર બાદ સીધી રરમી ઓગસ્ટનાં રોજ મગફળીની હરાજી થશે. યાર્ડ તા.૧૪ ઓગસ્ટથી ર૧ ઓગસ્ટ સુધી બંધ રહેવાનું છે.
- ગુજરાતમાં તલની આવકમાં ઘટાડો જોવા મળશે તલના ભાવ વધવાની ધારણા
- એરંડાનું તેલની વિદેશીઓની ખરીદી ધીમી પડતા એરંડાના ભાવમાં સ્થિરતા
- લસણની લેવાલી ઓછો હોવાથી લસણના ભાવમાં સ્થિરતા
- ગુજરાતમાં ધાણાનું જંગી ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સારા ધાણાના ભાવ મળશે
સીંગદાણાનાં ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યાં હતાં. કોમર્શિયલનાં ભાવ રૂ.૧૦૦ પ્રતિ કિલોની સપાટી પર સ્ટેબલ હતાં.