હાલમાં ચાલી રહેલ યૂક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા માટે વાટાઘાટો ચાલુ થઈ હોવાથી છેલ્લા બે દિવસથી ઘઉં સહિત તમામ કોમોડિટી બજારમાં ઘટાડો આવ્યો છે. ખાસ કરીને શિકાગો ખાતે ઘઉં વાયદો મંગળવારે રાત્રે ૧૦ ડોલરની અંદર ઉતરી ગયા બાદ આજે ૧૦ ડોલર આસપાસ ટ્રેડિંગમાં છે. વૈશ્વિક ભાવ નીચા થયા હોવાથી ભારતીય બજારમાં પણ શનિવારે યાર્ડો ખુલશે એટલે નીચા ભાવથી જ ખુલે તેવી સંભાવનાં છે.
ઘઉંનાં વેપારીઓ કહે છેકે શનિવારે યાર્ડો ખુલ્યા બાદ આવકો જો વધારે થશે તો મિલબર ઘઉંનાં ભાવ રૂ.૪૦૦ની આસપાસ આવી જાય તેવી ધારણં છે, જે ગત સપ્તાહે રૂ.૪૨૦થી ૪૪૦ સુધી બોલાતાં હતાં.
ઘઉંની બજારમાં આ વર્ષે સરેરાશ ભાવ ઊંચા રહેવાના છે, પંરતુ માર્ચ મહિનાની શરૂઆતમાં જે તેજી આવી ગઈ હતી, એવી તેજી હાલ પૂરતી હવે દેખાતી નથી. એપ્રિલ મહિનો આખો ભાવ સરેરાશ નીચા જ રહે તેવી ધારણા છે, જોકે બહુ ઘટી જવાનાં ચાન્સ નથી, કારણ કે ભારતીય ઘઉંની નિકાસ માંગ જળવાઈ રહેવાની છે.
ઘઉંની બજારનો મોટો આધાર ખેડૂતોની વેચવાલી અને સરકાર દ્વારા કેટલી માત્રામાં ટેકાનાં ભાવથી મધ્યપ્રદેશ, પંજાબ-હરિયાણા સહિતનાં રાજ્યોમાંથી ખરીદી થાય છે. જો આ રાજ્યોમાં માલ બહુ સરકારમાં ન ગયો તો ખુલ્લા બજારમાં પૂરવઠો મળતો રહેશે અને તેજીને બ્રેક લાગી શકે છે.
ઘઉંનાં પાક આ વર્ષે ઓછો જ છે, પરંતુ નિકાસ વેપારને કારણે બજારને બેવડો લાભ મળ્યો છે. ખેડૂતોનો મૂડ પણ આ વર્ષે એક સાથે વેચાણ ન કરીને કટકે કટકે વેચાણ કરવાનો મૂડ હોવાથી ગુજરાતમાં એક સાથે આવકો હજી સુધી વધી જ નથી.
પંજાબની સરકારે ચાલુ વર્ષે ઘઉંની ટેકાનાં ભાવથી કુલ ૧૩૨ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે. પંજાબમાં ઘઉંની ટેકાનાં ભાવથી પહેલી એપ્રિલથી ખરીદી શરૂ થઈ રહી છે અને ૩૧મી મે સુધી ખરીદી ચાલશે.
- ગુજરાતમાં કલરવાળી ધાણીની ડિમાન્ડ વધતા ધાણાના ભાવમાં ઉછાળો
- રશિયા અને યુક્રેન યુદ્ધથી બધી ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી વધુ
- મગફળીમાં મિલોનાં વેપારોમાં ઉછાળો આવતા મગફળીના ભાવમાં તેજીનો માહોલ
- ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા
એવી રીતે બે મહિનામાં રાજ્ય સરકાર ટેકાનાં ભાવ રૂ.૨૦૧૫ થી ૧૩૨ લાખ ટન ઘઉંની ખરીદી કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીની નવી સરકાર આવ્યાં બાદ આ પહેલી સરકારી ખરીદી છે. રિઝર્વ બેન્કે કુલ રૂ.૨૪૭૭૩ કરોડની રકમ મંજુર કરી છે.