કપાસ વાયદા બજાર ભાવમાં મંદીના કારણે વાવેતરમાં ઘટાડો થવાની સંભાવના

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

કપાસમાં તેજીના ચમકારા પછી ફરી આકરી મંદી થઈ જતા ખેડૂતો નિરાશામાં સરી પડ્યાં છે. અમેરિકન કોટન વાયદામાં આક્રમક ૧૦૪ સેન્ટ સુધીની તેજી દોઢ માસ પૂર્વે થઈ જતા ઘરઆંગણાના ખેડૂતો મંદીમાંથી બહાર આવી ગયા હતા પણ વિદેશી તેજી તકલાદી નીકળી એટલે અહીં ભાવ પાણી પાણી થઈ ગયા છે.

કપાસના ભાવ મહિનામાં રૂ.૧૦૦ અને ઉચાઇએથી રૂ. ૧૫૦ જેટલા ઘટી જવાને લીધે તેજીમાં ન વેંચી શકનારા ખેડૂતો માટે કપાસ હવે શિરદદ બની ચૂક્યો છે. નવા વાવેતર જૂનમાં શરૂ થાય ત્યારે એમાં મોટો કાપ આવે એવી શક્યતા દેખાવા લાગી છે.

ફેબ્રુઆરી મહિનાના અંતભાગમાં ન્યૂયોર્કમાં મે મહિનાનો કોટન વાયદો ૧૦૪ સેન્ટનું બે વર્ષનું ઉંચું સ્તર મેળવી ગયા પછી ખકૂતો ખૂબ તેજીમાં આવી ગયા હતા. જોકે ત્યાં તેજીનો ફિયાસ્કો થઈ જતા કપાસના ભાવ ઘરઆંગણે પણ ટકી શકયા નથી.

અત્યારે ન્યૂયોર્ક વાયદો ૮૩-૮૪ સેન્ટ છે. જે ગયા મહિને ૯૪ સેન્ટ હતો. વિદેશમાં આવેલી તેજી સટ્ટોડિયાઓની ભારે વેચવાલીમાં તણાઇ પણ તાત્કાલિક ગઇ છે. દોઢ માસમાં વિદેશી બજાર ર૦ સેન્ટ તૂટી પડી છે. હવે તેજીની સંભાવના ય ઘટી ગઇ છે.

જોકે વિદેશની પાછળ આપણે ત્યાં કપાસ એક તબકો રૂ. ૧૭૦૦ સધી પહોચ્યા પછી અત્યારે રૂ. ૧૫૦૦-૧૫૫૦માં માંડ માંડ ખપે છે. હજુ ગયા મહિને ૧૫મી તારીખે રૂ. ૧૬૨૫-૧૬૫૦ હતો. કપાસના સ્ટોક હવે ગુજરાતમાં ૧૫-૨૦ લાખ ગાંસડી કરતા વધારે હોવાની શક્યતા નથી છતાં પણ બજાર ઢીલી છે. માર્કેટ યાર્ડમાં કપાસની આવક હવે માત્ર ૭૦ હજાર મણ જેટલી આવે છે, જે ગયા મહિનાના આ સમયગાળા કરતા અર્ધી છે.

કપાસની પાછળ સંકર રૂની ગાંસડીમાં ખાંડીએ રૂ. ૧૫૦૦ નીકળી જતા રૂ.૫૯૦૦૦-૫૯૪૦૦ના ભાવ થઇ ગયા છે. યાર્ન મિલોની ખરીદી સાધારણ છે પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ તેજી-મંદી માટે અગાઉ ખરીદી કરી ગઈ હતી તેની ભારે વેચવાલીધી ગાંસડીના ભાવ તૂટ્યાં છે.સીસીઆઇની વેચવાલી છે પણ ખપત ઓછી છે.

રૂ બજારના અગ્રણીઓ ક્હે છે કે, ઘરેલુ બજારમાં તેજીના કોઇ ફંડામેન્ટલ ન હતા પણ અમેરિકાને લીધે બજાર વધી ગઇ હતી. ત્યાં કસમયની તેજી પછી અત્યારની મંદી અતિરેકભરી છે. હવે કદાચ બજાર વધે તો પણ કપાસમાં ખાસ સુધારો થવો મુશકેલ છે માલના સ્ટોક રાતમાં મર્યાદિત છે છતાં હવે ટૂંક વધઘટમાં આખી સીઝન પસાર થઈ જાય તેમ છે.

કપાસના એક અગ્રણી બ્રોકર કહે છેકે, કલ્પn બહારની તેજી પછી ધારણા કરતા વધારે મંદી ન્યૂયોર્કમાં થઈ ગઈ એના કારણે આપણા ખેડૂતો હવે મંદી ભોગવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સડ્ોડિયાઓ વિદેshi વાયદામાં લેણના નાણા ભરી શકે તેમ નથી. નવા લેણ વાયદામાં પકડાઇ જાય છે એટલે ભાવ તૂટી ગયા છે પણ વિદેશમાં ૮૦-૮૨ સેન્ટનો વાયદો વધુ ઘટવો મુશ્કેલ દેખાય છે. અલબત્ત હવે ૧૦3 સેન્ટનું સ્તર પણ બનવાની શક્યતા રહી નથી.

આ બ્રોકર કહે છે, ભાવ ફરીથી ઘટવા લાગતા નિકાસના કામકાજો સારાં ચાલે છે પણ ઘરેલુ માંગ ઓછી છે. નિકાસમાં માર્ચના અંત સુધીમાં ર૦ લાખ ગાંસડી જતી રહી હોવાની ધારણા છે. રર લાખ ગાંસડીના કુલ નિક્રસ સોદાની સંભાવના છે. સીઝનના અંત સુધીમાં કુલ ર૭ લાખ ગાંસડીની નિકાસ થઈ શકે છે.

ગુજરાતમાં ઓક્ટોબરથી અત્યાર સુધીમાં આશરે ૭૦ લાખ ગાંસડી બંધાઈને આવક થઇ ચૂકી છે. જોકે હવે ૧૫-૨૦ લાખ ગાંસડી આવક થઈ શકે છે મહારાષ્ટ્રમાં પણ આશરે ર૦ લાખ ગાંસડી કરતા વધારે માલ આવવાની સંભાવના નથી. આ સંજોગમાં કપાસના ભાવમાં વધુ મંદી મુશ્કેલ છે પણ તેજી માટેની જગ્યા ઓછી છે.

Leave a Comment