ધાણામાં આ સપ્તાહમાં એકંદરે ધાટકેલુ વલણ રહ્યું હતું. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ઉત્પાદક મથકોએ વાવેતર આગળ વધી રહ્યું છે. લેવાલી સાધારણ રહી હતી.
રાજસ્થાનનાં બે મથકોએ મળીને આવક ૭૦૦૦ થી ૮૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં કાળા ધાણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૫૦૦થી ૫૬૦૦, બદામીના રૂ.૬૦૦૦થી ૬૨૦૦, ઈગલના રૂ.૬૬૦૦થી ૬૮૦૦ અને ગ્રીનના રૂ.૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ના મથાળે હતા.
મધ્યપ્રદેશમાં બધાં મથકોએ મળીને આવક ૫૦૦૦ થી ૬૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં કાળા ધાણાના રૂ.૫૫૦૦ થી ૫૬૦૦, બદામીના રૂ.૬૦૦૦ થી ૬ર૦૦, ઈગલના રૂ.૬૬૦૦ થી ૬૮૦૦ અને ગ્રીનના રૂ. ૧૫,૦૦૦ થી ૧૭,૫૦૦ના મથાળે હતા. ગુજરાતમાં વીકલી આવક ર૩૦૦૦ થી ર૪૦૦૦ ગુણીની રહી હતી. ત્યાં એવરેજના રૂ. ૬૯૦૦ થી ૭૦૦૦, ઢબસરના રૂ. ૯૦૦૦ થી ૧૦,૦૦૦ અને બરફના સારા માલના રૂ. ૧૦,૦૦૦ થી ૧૨ર,૫૦૦ના મથાળે હતા.
મુંબઈમાં સાપ્તાહિક આવક ત્રણથી ચાર ગાડીની રહી હતી. અહીં વેપાર પાંખા રહ્યા હતા. અહીં એવરેજ ધાણાના ભાવ રૂ.૮૨૦૦ થી ૯૫૦૦, ઢબસરના રૂ.૧૧,૫૦૦ થી ૧૩,૦૦૦, ગ્રીનના રૂ.૧૩,૧૦૦ થી રર,૫૦૦ અને એક્સ્ટ્રા ગ્રીનના રૂ.૩૦,૦૦૦ના મથાળે રહ્યા હતા.