2 માર્ચથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થઇ છે. પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ ઉપર ગૃહમાં ચર્ચા થઇ હતી. આજે ગુરુવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે. ચાર દિવસ બજેટ મુદ્દે ચર્ચા થશે. કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે.
આ Gujarat Budget 2022 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે જયારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ હશે. આ બજેટ સત્ર 31 માર્ચે પૂર્ણ થશે.
- 03 Mar 2022 02:58 PM– Gujarat Growth Budget 2022 Updates : ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ૧૫,૫૬૮ કરોડની જોગવાઇ…
સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ ૧૧૮૧ યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ ૨૧૪૩ યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે ૧૯ લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દૃષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે પાંચ હજાર જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે ૧૪ હજાર વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
- ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે ૧૪૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- બાકી રહેતા તમામ કૃષિવિષયક વીજ જોડાણો આપવાની કામગીરી પૂર્ણ કરવા માટે જોગવાઇ `૧૦૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસ માટે વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા જોગવાઈ `૭૩૪ કરોડ.
- ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશથી રીવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ૧૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
- વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં ૫૬ નવા સબ-સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને ૩૩ સાગરકાંઠા વિસ્તારોમાં સ્થાપવામાં આવશે.
- ખેતીવાડી ફીડરોની જાળવણી અને વિભાજનની કામગીરી માટે જોગવાઇ ૧૧૦ કરોડ.
- કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ ઓછી ક્ષમતાના ૫ હજાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લગાડવાની યોજના માટે ૬૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
- આદિજાતિ વિસ્તારોમાં સારા વોલ્ટેજ સાથે વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે ૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
- એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન માટેની પી.એમ.-કુસુમ યોજના અંતર્ગત ૪૧ કરોડ જોગવાઇ કરવામાં આવી છે.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશના સીંગલ પોઇન્ટ વીજ જોડાણ માટે જોગવાઇ ૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 03 Mar 2022 02:30 PM– Gujarat Growth Budget 2022 Updates : કચ્છમાં 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો બનાવાશે…
કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧ લાખ ૧૪ હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૨૭૨ કરોડ. કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ. ૬૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- 03 Mar 2022 02:25 PM– Gujarat Growth Budget 2022 Updates : APMCમા હમાલને ટ્રોલી અપાશે, સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરાશે…
સહકાર વિભાગની અનેક યોજનામાં કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરાશે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવાશે.
ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઇ રૂ. ૧૨૫૦ કરોડ. કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ. સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે રૂ. ૧૦ કરોડ. ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ.૧૩ કરોડ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઇ રૂ. ર કરોડ.
- 03 Mar 2022 02:03 PM– Gujarat Growth Budget 2022 Updates : માછીમારોને મળતા રાહત દરના ડીઝલમાં ૨ હજાર લીટરનો વધારો કરવાની જાહેરાત
- મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.૮૮૦ કરોડ .
- માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર ૨ હજાર લીટરનો વધારો કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.
- સાગરખેડુઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે જોગવાઇ રૂ. ૨૩૦ કરોડ.
- સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ. ૭૫ કરોડ.
- પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ -૨, માઢવાડ, પોરબંદર -૨ અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ રૂ.૨૦૧ કરોડ.
- સાગરખેડુઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૪૦ કરોડ.
- હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઇ રૂ. ૨૬૪ કરોડ.
- પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે જોગવાઇ રૂ. ૩૦ કરોડ.
- આંતરદેશીય મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને સાધન સહાય માટે જોગવાઇ રૂ. ૨૫ કરોડ.
- ભાંભરાપાણી મત્સ્યોધોગના વિકાસ માટે ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા જુદી જુદી યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૫ કરોડ.
- 03 Mar 2022 02:17 PM– Gujarat Growth Budget 2022 Updates : પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓમાં કરાયો વધારો…
- પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. ૩૦૦ કરોડ
- ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જોગવાઇ રૂ.૫૦૦ કરોડ.
- ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ.ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા જોગવાઈ રૂ.૮૦ કરોડ.
- ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂ.૫૮ કરોડ. ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે જોગવાઇ રૂ.૪૪ કરોડ.
- મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે જોગવાઈ રૂ. ૨૪ કરોડ.
- ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર કે ગોડાઉન બાંધકામ માટે જોગવાઇ રૂ. ૧૨ કરોડ.
- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ માટે જોગવાઇ રૂ.૮ કરોડ.
- કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે જોગવાઇ રૂ.૧૩૭ કરોડ.
- 03 Mar 2022 02:04 PM– Gujarat Growth Budget 2022 Updates : પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ…
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ.
- 03 Mar 2022 02:03 PM– Gujarat Growth Budget 2022 Updates : કૃષિ વિભાગની કઈ કઈ યોજના માટે કેટલા રૂપિયા ફાળવ્યા ?
- પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ રૂ.૨૩૧૦ કરોડ.
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. ૨૬૦ કરોડ.
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂ. ૨૩૧ કરોડ.
- સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ રૂ. ૨૧૩ કરોડ.
- મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. ૧૪૨ કરોડ.
- ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. ૮૧ કરોડ.
- ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ રૂ. ૫૪ કરોડ.
- ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. ૩૫ કરોડ.
- ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. રૂ. ૩૨ કરોડ.
- વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ રૂ.૨૦ કરોડ.
- ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ રૂ. ૧૭ કરોડ.
- કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ રૂ. ૧૫ કરોડ.
- રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. ૧૦ કરોડ.
- 03 Mar 2022 02:00 PM– Gujarat Growth Budget 2022 Updates : અમદાવાદ, જામનગર, ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરાશે…
અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવામાં આવશે. બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૩૬૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઇ રૂ. ૧૦ કરોડ કરાઈ છે. મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા માટેની જોગવાઈ રૂ. ૧૦ કરોડ કરવામાં આવી છે.
- 03 Mar 2022 01:57 PM– Gujarat Growth Budget 2022 Updates : વીજ જોડાણ માટેની તમામ અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પૂર્વે કરાશે નિકાલ…
ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. ૮ હજાર ૩૦૦ કરોડ જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.
- 03 Mar 2022 01:46 PM– Gujarat Growth Budget 2022 Updates : મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે રૂપિયા 880 કરોડની જોગવાઈ…
નાણાં પ્રધાન કનુ દેસાઈએ બજેટમાં જાહેરાત કરી હતી કે, મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે 880 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સહકાર વિભાગમાં ખેડૂતોને ખરીફ, રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે. જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 5339 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 03 Mar 2022 01:44 PM– Gujarat Growth Budget 2022 Updates : કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ…
ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 369 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે 300 કરોડની જોગવાઈ અંદાજપત્રમાં કરવામાં આવી છે.
- 03 Mar 2022 01:39 PM– Gujarat Growth Budget 2022 Updates : પશુપાલકો અને માછીમારોને મળશે ટૂંકી મુદ્દતના ધિરાણમા રાહત…
પશુપાલકો અને માછીમારોને ટૂંકી મુદ્દતનું ધિરાણ રાહત આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 8થી10 હજાર કરોડનું ધિરાણ રહાત આપવામાં આવશે.
- 03 Mar 2022 01:37 PM– Gujarat Growth Budget 2022 Updates : પશુપાલકો માટે નવી યોજનાની જાહેરાત…
પશુપાલકો માટે મુખ્યમંત્રી પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને જાહેરાત કરી હતી.
- 03 Mar 2022 01:36 PM– Gujarat Growth Budget 2022 Updates : હવેથી ખેડૂતોને ઉનાળુ અને રવિ પાકમાં પણ સહાય મળશે…
ખેડૂતો માટે કરાઈ જાહેરાત. હવેથી ખેડૂતોને ઉનાળુ અને રવિ પાકમાં પણ સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
- 03 Mar 2022 01:34 PM– Gujarat Growth Budget 2022 Updates : ખેડૂતોની આવક વધારવા સરકાર સક્રીય…
ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે….
- 03 Mar 2022 01:32 PM– Gujarat Growth Budget 2022 Updates : ગુજરાતનો લોકોની માથાદીઠ આવક 2,14,809 થઈ…
- 03 Mar 2022 01:28 PM– Gujarat Growth Budget 2022 Updates : બજેટ રજુ કરવા માટે નાણાં પ્રધાનની જગ્યા બદલાઈ…
- 03 Mar 2022 01:27 PM– Gujarat Growth Budget 2022 Updates : વિધાનસભમાં 2022-2023નુ બજેટ રજૂ કરતા નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ
- 03 Mar 2022 01:11 PM– Gujarat Growth Budget 2022 Updates : વિધાનસભા ગૃહમાં વિપક્ષના હોબાળાના પગલે, અધ્યક્ષે બજેટ મુલતવી રાખ્યુ…