દેશભરમાં કપાસની આવક ઘટવાનો સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે દેશમાં રૂની આવક ૧.૧૫ થી ૧.૧૭ લાખ ગાંસડી એટલે કે ૨૭ થી ૨૮ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી.
દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂની આવક ઘટીને ૨૧ થી રપ હજાર ગાંસડી એટલે કે પાંચ થી સાડા પાંચ લાખ મણ કપાસની જ આવક રહી હતી. ઉત્તર ભારતના રાજ્યોમાં ત્રણ લાખ મણ કપાસની આવક રહી હતી જે જળવાયેલી હતી.
ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમાં સરેરાશ ૩૫ થી ૩૭ હજાર ગાંસડી એટલે કે સાડા આઠ થી નવ લાખ મણ કપાસની આવક રહી હતી. આમ, કુલ ૧.૧૫ થી ૧.૧૭ લાખ ગાંસડીમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ ૭૦ થી ૭૨ હજાર ગાંસડીની આવક થઈ રહી છે.
ઉત્તર રાજ્યોમાં ભારતના કપાસના ભાવ માં મણે રૂ।.૨૦ થી રપ વધીને મણના રૂ.૧૧૮૦ થી ૧૨૩૦ બોલાયા હતા જ્યારે કર્ણાટકમાં લેન્થ સારા હોઇ કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૨૮૦ બોલાયા હતા. સમગ્ર દેશમાં સરેરાશ સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૨૦૦ થી ૧૨૪૫ સુધી બોલાયા હતા.
ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ત્રણ થી સવા ત્રણ લાખ મણની જળવાયેલી હતી અને કડીમાં દેશાવરના કપાસની આવક થોડી વધી હતી. કપાસના ભાવ વધતાં બુધવારે મહારાષ્ટ્રની ૧૭૫ થી ૨૦૦, આંધ્રની ૨૦-૨૫ ગાડી અને કર્ણાટકની ૧૫-૨૦ ગાડી અને કાઠિયાવાડની ૨૫૦ ગાડીની આવક હતી.
કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૫૦ થી ૧૨૧૦, આંધ્ર પ્રદેશ કપાસના ભાવ રૂ.૧૧૮૦ થી ૧૨રરપ, કર્ણાટક કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૨૫૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૨૨૦ ભાવ બોલાતા હતા. સવારે કડીમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૧૫ વધ્યા બાદ બપોર બાદ વાયદા ઘટતાં રૂ.૫ ઘટયા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે આવક ૧.૬૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૪૦ થી ૧૦૬૦ અને ઊંચામાં રૂ.૧૨૩૦ થી ૧ર૪પ૫પ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૦ થી ૧૫ વધ્યા હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના કપાસના ભાવ મણે રૂ.પ ઘટયા હતા.
જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૨રપ થી ૧૨૩૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૮૦ થી ૧૧૮૫, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૫૫ થી ૧૧૬૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૪૦ થી ૧૧૫૫ ભાવ બોલાયા હતા.
સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા હવે રૂ।.૧૨૦૦ની નીચે કપાસ વેચાતાં નથી. લગ્નગાળો માથે હોઇ અને રૂના ભાવ રૂ.૧૨૦૦ ગામડે બેઠા થતાં ખેડૂતોના ઘરમાં પડેલા સારી કવોલીટીના કપાસ વેચવા આવી રહ્યા હોઇ જીનર્સોને હવે સારી ક્વોલીટી મળવા લાગી છે જે એક મહિના પહેલા સારી ક્વોલીટીના કપાસની ભારે અછત હતી.