jeera price Today: જીરામાં ગલ્ફ દેશોની નિકાસ માંગને પગલે જીરૂમાં ધીમી ગતિએ તેજીનો દોર શરૂ જાણો શું રહ્યા ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

jeera price Today (જીરા આજના બજાર ભાવ): જીરૂમાં તંજીનો દોર યથાવત હતો અને ભાવ યાડામા રૂ.૧૦૦ થી ૧૫૦ વધી ગયા હતા. ઉઝામાં સારી ક્વોલિટીનું જીરૂ રૂ.૫૧૫૦માં વેચાણ થયું હતુ,જ્યારે નિકાસ ભાવ યુરોપ ક્વોલિટીનાં રૂ.૫૫૦૦ની નજીક પહોંઆં હતા.

ગલ્ફ નિકાસના વધારા સાથે જીરૂના ભાવમાં તેજી

જીરૂના વેપારીઓ કહે છેકે ગલ્ફ દેશોનાં નિકાસ વેપારને પગલે જીરૂમાં તેજી આવી છે અને જો વપારો ચાલુ રહેશે તો હજી રૂ.૨૦૦ થી ૩૦૦ વધી જાય તેવી સંભાવના છે.

વરસાદના રાઉન્ડ પછી જીરૂ ભાવમાં ઉછાળાની શક્યતા

ચોમાસાની વિદાય થવા લાગી છે, પંરતુ બે-ચાર દિવસ વરસાદની આગાહી છે. આ વરસાદનો રાઉન્ડ પૂરો થયા બાદ ચોખ્ખો ભૂર પવન વાય તેવી સંભાવના છે અને જીરૂમાં નિકાસકારોની લેવાલી વધી શકે છે. આવી સ્થિતિમાં જીરૂની બજારમાં હાલ ભાવ ધીમી ગતિએ વધી રહ્યાં છે.

ઉંઝામાં સારા જીરૂના ભાવ રૂ.૫૧૫૦ની ઉચી સપાટી પર પહોંચ્યાં, હવે વેચવાલી વધી શકે…

ઓક્ટોબર જીરૂ વાયદામાં ઉછાળો

જીરૂ બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદો રૂ.૨૭૦ વધીને રૂ.૨૬,૯૪૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂમાં આગળ ઉપર તેજી આવશે તો ભાવ રૂ.૨૭,૫૦૦ સુધી જાય તેવી સભાવનાં છે.

રાજસ્થાનની વેચવાલી ગુજરાતમાં વધવા લાગી

રાજસ્થાનના માલોની વેચવાલી પણ ગુજરાતમાં વધી રહી છે. ઉઝામાં જીરૂની આવકો હવે વધે તેવી સંભાવના છે.

જીરૂના હાજર બજાર ભાવ

સેન્ટર-ક્વોલિટીભાવફેરફાર
ઉંઝા આવક-નવું13000-2000
ઉંઝા સુપર5000-5150150
ઉંઝા બેસ્ટ4900-5000150
ઉંઝા મિડિયમ4800-4900100
ઉંઝા એવરેજ4750-4800100
ઉંઝા ચાલુ4600-4750150
રાજકોટ આવક1000-500
રાજકોટ એવરેજ4300-4700100
રાજકોટ મિડિયમ4700-4800100
રાજકોટ સારું4800-487575
રાજકોટ યુરોપીયન4875-492575
રાજકોટ કરિયાણાબર4925-497575

Leave a Comment