Onion price in gujarat: ડુંગળીમાં આવકોમાં ઘટાડો આવતા ભાવમાં ઉછાળો, જાણો 1 મણના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Onion price in gujarat: ડુંગળીની બજારમાં ઓછી વક વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતા હતી. લાલ ડુંગળીની આવકો અત્યારે એકદમ ઓછી જોવા મળી રહી હોવાથો બજારમાં ભાવ ઉચા છે. સારી ડુંગળીનાં ભાવ રૂ.૪૫૦ થી ૫૦૦ની વચ્ચે અથડાય રહ્યા છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

નાશીકમાં ડુંગળોમાં વરસાદની અસર

નાશીકમાં પણ ડુંગળોની બજારો સુધરી હતી. વરસાદ આવ્યાં બાદ સારી ક્વોલિટીનાં માલમાં હજી પણ સુધારો થઈ શક છે. એક તબક્કે સારી $ગળીનાં ભાવ વધીને રૂ.૬૦૦ થાય તવી સંભાવનાં વેપારીઓ – જક્ત કરી રહ્યાં છે.

ગુજરાતમાં ડુંગળીના ભાવ અને અવાક

મહુવામાં લાલ ડુંગળીની ૧૩૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૫૨રથી ૪૬૫ હતા. સફેદના ૨૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૨૬૦થી ૩૬૦ હતા. ગોંડલમાં લાલ ડુંગળીની ૫૨૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૩૧થી ૪૮૧ હતા, જ્યારે સફેદની ૧૩૪ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૫૧થી ૩૫૧ હતા. રાજકોટમાં ડુંગળીની ર૮૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૯૧થી પ૨૦ હતા.

મહુવામાં સફેદ ડુંગળીની આવકની સિઝન હવે પૂરીઃ માત્ર ર૦૦ થેલીની આવક : લાલ ડુંગળીની આવકો ઘટી ગઇ છે, ત્યારે માંગ સામે પુરવઠાનો ખાંચો પડતાં ભાવ રૂ.૫૦૦ની સપાટીને ટય થઈ…

લાસણગાંવ યાર્ડમાં ડુંગળીના ભાવો

લાસણગાંવ મંડીમાં ભાવ બે દિવસમાં ક્વિન્ટલે રૂ.૫૦થી. ૧૫૦મો વધારો થયો હતો. ઉનાળુ ડુંગળીમાં રૂ.૧૦૦૦થાં ૨૫૦૧ હતા જ્યારે મોડલ. ભાવ રૂ.૨૩૫૧ પ્રતિ ક્વિન્ટલનાં ક્વોટ થયા હતાં. ગોલ્ટી કાંદામાં રૂ.૯૦૦થી ૨૦૫૦ હતા. જ્યારે, મોડલ ભાવ રૂ.૧૮૦૦ હતાં.

લાલ ડુંગળીમાં સરકારી નીતિઓનો પ્રભાવ

છેલ્લા ત્રણ વર્ષથી લાલ ડુંગળી એ પછી ખરીફ હોય કે રવી ડુંગળી હોય ખેડૂત બજારમાં સતત પીટાઈ રહ્યાં છે. વિતેલ ઓક્ટોમ્બર-૨૦૨૩ મહિનામાં ખરીફ લાલ ડુંગળીમાં કમાવાની તક ઉભી થઈ હતી, ત્યાં સરકારે ધડામ દઇને ડુંગળી નિકાસનો દરવાજો બંધ કરી દીધો હતો.

રવી સિઝનમાં ડુંગળીની સ્થિતિ

ગઈ રવી સિઝનમાં દેશભરનાં ખેડૂતોએ વાવેતરમાં કાપ મુકી દીધો હતો. જે લાલ કે પીળીપત્તી મેળામાલની ડુંગળી પેદા થઇ એમાં બદલો બજારમાં વેચી કાઢીને ખેડૂતોએ પણ વેપારીની જેમ માલધારણ કરી લીધી છે. સતત મંદીનાં બીછાને પડેલ ડુંગળી રૂ.૩૦૦ની સપાટી છોડીને આગળ વધતી નહોતી, એ ડુંગળીએ આ સપ્તાહ દરમિયાન આળસ મરડીને બેઠી થઇ રહી છે.

લાલ ડુંગળીની ભાવ અને આવક

લાલ ડુંગળીની આવકો એકદમ ઘટી ગઇ છે, ત્યારે માંગ સામે પુરવઠાનો ખાંચો પડતાં ડુંગળી રૂ.૫૦૦ની ભાવ સપાટીને ટચ થઇ છે. ૬ જૂન ગુરૂવારનાં દિવસે મહુવા યાર્ડમાં લાલ ડુંગળીમાં માત્ર ૧૩૫૩ થેલાની આવક સામે રૂ.૧૫૨ થી સારી ડુંગળી રૂ.૪૬૫નાં ભાવે વેચાણી હતો.

ગોંડલ અને રાજકોટમાં લાલ ડુંગળીની ભાવ અને આવક

૭ જૂન ગોંડલ યાર્ડમાં લાલ ડુંગલીની ૩૧૫૫ ક્વિન્ટલ આવક સામે રૂ.૧૩૧ થી રૂ.૪૮૬ ભાવ થયો હતો. રાજકોટ યાર્ડમાં ૨૩૭૫ ક્વિન્ટલ લાલ ડુંગલીની આવક સામે રૂ.૧૭૦ થી રૂ.૫૧૫નાં ભાવે વેપાર હતા. ડુંગળીનાં વેપારી વર્તુળો કહે છે કે હવે વેચવાલી કેવી આવે છે, એના પર બજારની તેજી-મંદીનો આધાર છે.

Leave a Comment