ચણાની બજારમાં સટ્ટાકીય તેજી જોવા મળી રહી છે. રાયપુર ડબ્બો વધી રહ્યો છે અને દિલ્હીમાં પણ સટ્ટાવાળા મજબૂત બનીને ચણાને ઉપર લઇ જઈ રહ્યા હોવાથી ભાવ આજે રૂ.૭૫ થી 100 વધીને રૂ.૭૨૦૦ની નજીક પહોચ્યા હતા.
ચણામાં સ્ટોક લિમીટની જરૂર!
ચણાના એક વેપારીએ જણાવ્યું હતું કે ચણામાં જેટલી ઝડપથી તેજી થશે એટલા સરકારી પગલાઓ વહેલા આવે તેવી ધારણ છે. જો વેપારીઓ રૂ.૭૫૦૦ થઈ જશે તો સરકાર ચૂંટણી પરિણામોની રાહ જોયા પહેલા જ ચણા ઉપર સ્ટોક લિમીટ નાખી દે તેવી સભાવનાં છે. ચણામાં હવે તેજી અટકે તે જરૂરી છે, જો નહીં અટકે તો તેના પરિણામે ખરાબ આવી શકે છે.
રાજકોટમાં પીળા ચણાના ભાવ
રાજકોટમાં પીળા ચણાની ૨૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ ૩માં રૂ.૧૧૮૦ થી ૧૨૭૦, સુપર ૩માં રૂ.૧૨૭૦ થી ૧૩૨૦, કાંટાવાડામાં રૂ.૧૨૦૦ થી ૧૪૫૦ અને એવરેજ રૂ.૧૧૦૦ થી ૧૧૮૦ હતા.
ચણામાં સટ્ટાકીય તેજીને પગલે ભાવ વઘીને રૂ.૯૨૦૦ની નજીક પહોંચ્યા, ચણામાં જો અતિ તેજી થશે તો સરકારી પગલે ચૂંટણી પરિણામો પહેલા જ આવી જાય તેવી ધારણાં…
કાબુલી ચાણના ભાવ
કાબુલી ચણાની ૨૦૦૦ ક્ટ્ટાની આવક સામે ભાવ બીટકી રૂ.૧૧૫૦ થી ૧૩૫૦, વીટુ રૂ.૧૪૫૦ થી ૧૬૩૦, એવરેજ રૂ.૧૪૦૦ થી ૧૬૦૦, સારુ રૂ.૧૬૫૦ થી ૧૯૫૦ અને સુપરમા રૂ.૧૯૫૦ થી ૨૩૫૦ હતા.
રાજકોટમાં ચણાના ભાવ
રાજકોટમાં ગોડાઉન પહોંચ ચણાનો ભાવ રૂ.૬૬૦૦ અને દાળનો ભાવ રૂ.૮૦૫૦ થી ૮૧૫૦નાં હતાં. ઈન્દોરમાં કાટેવાલાનાં રૂ.૭૦૦૦ ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૨,૧૦૦ હતો. ૫૮-૬૦ કાઉન્ટનો ભાવ રૂ.૧૦,૧૦૦ ક્વોટ થતો હતો.
ચણાના ભાવમાં તેજી
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં નવા ચણાનો ભાવ રૂ.૯૧૭૫ અને મધ્યપ્રદેશ લાઈનનો ભાવ રૂ. ૭૦૭૫ હતો. ભાવમાં રૂ.૧૦૦ થી ૧રપની તેજી હતો.
તાન્ઝાનિયા ચણાના ભાવમાં સ્થિરતા
તાન્ઝાનિયાનાં આયાતી દેશી ચણાનાં ભાવ રૂ.૬૩૦૦ અન સુદાનના કાબુલી ચણાનો ભાવ રૂ.૭૦૦૦ હતા. આયાતી ચણાના ભાવમાં સ્થિરતા હતી.
અકોલા, લાતુર, રાયપુર અને સોલાપુરમાં ચણાના ભાવ
ચણાના ભાવ અકોલામા દેશીમાં રૂ.૬૭૦૦-૬૭૨૫, લાતુર મિલ ક્વોલટી રૂ.૬૬૦૦ થી ૬૬૫૦ હતા. રાયપુરમાં દેશી લોકલના રૂ.૬૭૭૫ અને મહારાષ્ટ્ર લાઈનના રૂ.૬૯૦૦-૬૯૨૫ ભાવ હતા. સોલાપુર લાઈનમાં રૂ.૬૦૦૦ થી ૬૬૦૦ મિલ ક્વોલિટીના હતા.