દેશમાંથી કપાસની ટેકાનાં ભાવથી ખરીદીની પ્રક્રીયા હવે ધીમી પડી છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વાર દેશભરમાંથી કપાસની ટેકાના ભાવથી ૧૯મી જાન્યુઆરી સુધીમાં કુલ ૮૫.૭૮ લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી છે.
કપાસનાં ભાવ થોડા વધ્યાં હોવાથી અનેક સેન્ટરમાં કપાસની ખરીદી સીસીઆઈએ બંધ કરી છે. સીસીઆઈ દ્વારા કુલ ૧૭.૫૮ લાખ ખેડૂતો પાસેથી રૂ.૨૫ હજાર કરોડથી પણ વધુ રકમનો કપાસ ખરીદવામાં આવ્યો છે.
ગત વર્ષે સીસીઆઈ એ કુલ ૧૧૫ લાખ ગાંસડીની ખરીદી કરી હતી, જેની સામે આજ દિવસ સુધઈમાં ૮૫.૭૮ લાખ ગાંસડી થઈ છે અને ચાલુ વર્ષે પણ કુલ ખરીદી ૧૧૦ લાખ ગાંસડી આસપાસ થાય તેવી પૂરી સંભાવના છે.