એરંડા વાયદા બજાર : હાલમાં અન્ય રાજ્યોની એરંડાની અવાકથી એરંડાના ભાવ દિવાળી પછી વધશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

રાત-દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને જે પકવ્યું હોય તેના ભાવ ખેડૂતોને બદલે ખેડૂતને લૂંટનારાઓને મળે છે આવી સ્થિતિ માત્રને માત્ર ખેડૂતોની ઉતાવળને કારણે બની રહી છે. પૈસાની જરૂર હોય કે નહીં પણ જે પાકયું તે તરત જ વેચી નાખવું, આ ટેવ હવે ખેડૂતોએ બદલવી પડશે.

ખેડૂતો હંમેશા ખોટા પ્રચારનો ભોગ બન્યા છે. ખેડૂતોને વર્ષોથી લૂંટનારાઓ હમેશા ખેડૂતોને ડરાવીને સસ્તામાં બધુ જ પડાવી જાય છે અને ખેડૂતોના ઘરમાં બધુ જ નીકળી જાય ત્યારે ભાવને કૃત્રિમ રીતે ઉછાળીને લાખો અને કરોડો કમાઇ છે અને ખેડૂત રાત-દિવસ જે કાળી મજૂરી કરે તેનું યોગ્ય વળતર ખેડૂતોને મળતું નથી. આવું આજ-કાલ નહીં વર્ષોથી ચાલ્યું આવે છે.

ખેડૂતોને ખોટે રસ્તે દોરવા હાલ એવો પ્રચાર થઇ રહ્યો છે કે વિશ્વમાં મંદી ચાલી રહી છે એટલે એરંડાના તેલ દિવેલની માગ ઘટી જશે અને એરેડાનું મોટું વાવેતર થયું છે અને વહેલું વાવેતર થયું છે એટલે નવેમ્બર-ડિસેમ્બરમાં નવા એરંડાની આવકો ચાલુ થઇ જશે. આ તમામ વાતો માત્રને માત્ર ખેડૂતોને લૂંટવા માટે થઇ રહી છે.

એરંડા વેચવાની ઉતાવળને કારણે કાળી મજૂરીનો લાભ ખેડૂતોને બદલે લૂંટારાઓ લઇ જાય છે…


અત્યારે એરંડાના ભાવ એટલા માટે ઘટી રહ્યા છે કે આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં નવા એરંડાની આવકો ચાલુ થઇ હોઇ ત્યાં રોજની ૫૦૦૦ થી ૫૫૦૦ ગુણીની આવકો થઇ રહી છે અને આંધ્ર-તેલંગાનામાં એરંડાના ભાવ મણના ૧૩૦૦ રૂપિયા છે તેની સામે ગુજરાતમાં એરંડાના ભાવ મણના ૧૪૫૦ થી ૧૪૬૦ રૂપિયા હોઇ ત્યાંથી અહીં સસ્તા એરંડા આવી રહ્યા છે તેમજ એરંડા તેલ-દિવેલનો ભાવ ત્યાં ૧૦ કિલોનો ૧૪૧૦ રૂપિયા છે જેની સરખામણીમાં અહીં ૧૪૭૫ રૂપિયા હોઈ ત્યાંથી દિવેલ પણ ગુજરાતમાં આવી રહ્યું છે.

ઉપરાંત જુન-જુલાઇમાં એરંડાની આવક ઓછી હતી આથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દિવેલની નિકાસ ઓછી ગઇ હતી તેને કારણે વિદેશમાં દિવેલની માગ ઓછી થઈ ચૂકી છે તેવો વધુ પડતો પ્રચાર થયો છે એટલે એરંડાના ભાવ ઘટે છે.


દિવાળી પછી એરંડાની આવક ઓછી થશે અને દિવેલની નિકાસ પણ વધશે ત્યારે એરંડાના ભાવ વધશે તે નક્કી છે. આથી ખેડૂતો રાહ જુએ હાલ પૈસાની જરૂર હોય તો જ એરંડા વેચે, દિવાળી સુધી હજુ ભાવ ઘટશે તે નક્કી છે પણ પછી કયારેય ભાવ નહીં વધે તેવું નથી.

Leave a Comment