રવી ડુંગળી નીકળવાના સમયે ભાવ ખાડે ગયેલ હતા. એમાંય તૌક્તે વાવાઝોડાએ ભાવનગર-મહુવા પંથકની ખેતરોમાં પડેલ લાલ અને સફેદ ડુંગળીનો દાટ વાળી દીધો હતો. છેલ્લે જૂનના પ્રારંભથી લાલ કહો કે પીળીપત્તી ડુંગળીના મેળામાલમાં સુધારો લાગું પડ્યો છે.
મહારાષ્ટ્રની બજારમાં પણ નાશીક ડુંગળીના ભાવ માં સુધારો થયો છે. ત્યાંથી સ્ટોકની ડુંગળીમાં સરકારની ખરીદી લાગું પડવાને કારણે પણ બજારને ટેકો મળ્યો છે.
બાંગ્લાદેશમાં પણ આપણી ડુંગળી જવા લાગી છે. આજની વાત કરીએ તો ડુંગળીનું મહત્વનું પીઠુ ગણાતા યાર્ડ મહુવા લાલ ડુંગળીના ભાવ ૪૮૩૮ થેલાની આવક સામે પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૬૬ થી રૂ.૪૦૬ સુધીના ભાવ છે.
સ્ટોકની ડુંગળીમાં સરકારની ખરીદી લાગું પડવાને કારણે પણ બજારને ટેકો મળ્યો છે. બાંગ્લાદેશમાં પણ આપણી ડુંગળી જવા લાગી…
સફેદ ડુંગળીની બજારને ૨૭૬૦૦ કટ્ટાની આવક સામે પણ ટેકો મળી રૂ.૭૫ થી રૂ.૨૬૮ સુધીના ભાવ છે. ગોંડલ યાર્ડમાં ૭૧૫૦ કટ્ટાની આવક સામે ગોંડલ લાલ ડુંગળીના ભાવ રૂ.૧૦૧ થી રૂ.૪૦૬ સુધીના ભાવ બોલાયા છે. જ્યારે સફેદમાં ૪૪૫૦ કટ્ટાની આવક સામે રૂ.૬૬ થી રૂ.૨૭૧ના ભાવ થયા છે.
બીજી તરફ જ્યાં પણ વાવણી જોગ વરસાદ થઈ રહ્યોં છે, ત્યાં ખેડૂતો જરા હટકે ખરીફ ડુંગળીનું વાવેતર કરતાં જોઇ શકાય છે. છેલ્લા બે વર્ષથી ખરીફ ડુંગળીનું વાવેતર વધી રહ્યું છે, પણ ડુંગળીના વીઘા વરાળે મણિકા પેદા કરવામાં ખેડૂતોને નાકે દમ આવી જાય છે. નશીબ જોગ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતમાં ખરીફ ડુંગળીનો પાક ફેઇલ જવાથી ગુજરાતના ખેડૂતોને સારા ડુંગળીના બજાર ભાવ થી સારૂ વળતર મળી રહે છે.
ખરીફ ડુંગળીનું વાવેતર વધી રહ્યું છે, પણ ડુંગળીના વીઘા વરાળે મણિકા પેદા કરવામાં ખેડૂતોને નાકે દમ આવી જાય…
એટલે જ આ વખતની ખરીફ સિઝનમાં ઘરઘરાઉ ડુંગળી બિયારણનો ભાવ પ્રતિકિલો રૂ.૧૦૦૦નો ભાવ વધતા વધતા રૂ.૧૬૦૦ને પાર કરી ગયો છે. ડુંગળી બીજની નામી કંપનીઓના બીજ પ્રતિકિલો રૂ.૨૭૦૦ થી રૂ.૩૨૦૦ સુધીના ભાવ સંભળાય છે.