ગુજરાતમાં અનિશ્વિત વરસાદથી કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ન્યુયોક રૂ વાયદો વધીને એક તબક્કે ૯૦ સેન્ટ બોલાવા લાગતાં અને અહીં રૂના ભાવ સતત વધી રહ્યા હોઈ દેશાવરમાં કપાસના ભાવ શુક્રવારે મણે રૂ।.૧૦ થી ૧૫ વધ્યા હતા.

ભારતમાં કપાસનું વાવેતર :

ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના વાવેતરનો સમય પૂરો થઇચૂક્યો હોઇ હવે વાવેતર ગત્ત વર્ષથી ઓછું રહેશે. હાલ સોયાબીનના ભાવ ઊંચા હોઇ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેસમાં પણ કપાસનું વાવેતર ઘટવાના સંજોગો દેખાય છે.


વાવેતર ઘટવાના રિપોર્ટ અનેક રાજ્યોમાં આવવા લાગતાં દેશાવરમાં કપાસના ભાવ સુધર્યા હતા…

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ :

સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારો વરસાદ વગર કોરો રહી જતાં તેમજ રૂના ભાવની ઉડાઉડને કારણે કપાસમાં આજે મણે રૂ।.૨૦ થી ૪૦ સુધર્યા હતા. ખાસ કરીને કપાસ વાયદો છેલ્લા એક અઠવાડિયામાં રૂ।.૨૦૦ વધી જતાં કપાસમાં હવે જેની પાસે સ્ટોક છે તે ઊંચા ભાવ બોલવા લાગ્યો છે.


કપાસના બજાર ભાવ :

કપાસમાં ઉડાઉડને પગલે આજે જીનપહોંચ કપાસમાં ઊંચામાં રૂ।.૧૬૫૦માં સોદા પડયા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે જીનપહોંચ સારી કવોલીટીના કપાસના ઊંચામાં રૂ.૧૬૪૦ થી ૧૬૫૦ની રેન્જમાં ભાવ બોલતા હતા જ્યારે મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના રૂ।.૧૬૫૦ થી ૧૭૨૬ બોલાતા હતા.

માર્કેટયાર્ડ કપાસના ભાવ :

ગામડે બેઠા સારી કવોલીટીના કપાસના રૂ।.૧૬૭૦માં સારી ક્વોલીટીના ભાવ બોલાતા હતા. સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ અને અમરેલીમાં જ કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક ૩૧૦૦ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂ।.૧૭૧૦ અને અમરેલીમાં ઊંચામાં રૂ.૧૬૭૫ હતો.

Leave a Comment