દેશભરમાં ગોંડલ યાર્ડ સૂકા મરચાંના વેપાર માટે જાણીતું માર્કેટયાર્ડ છે. સૂકા મરચાંની સિઝન પ્રારંભથી પરપ્રાંતના વેપારીઓ પણ અહીં ખરીદી માટે આવતા હોય છે. તેથી કાયમ સૂકા લાલ મરચાંમાં સારા ભાવથી વેપારો થતાં હોય છે.
તા.૧૨, નવેમ્બર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ૪૦ હજાર ભારી સૂકા મરચાંની આવકથી વેચાણનું મુહૂર્ત થયું હોવાની વિગત આપતા યાર્ડના સેક્રેટરીએ કહ્યું હતું કે પ્રથમ દિવસે ર૪૦૦ ભારીના વેપાર સાથે સારા મરચાંમાં પ્રતિ ર૦ કિલો રૂ.૧૪૦૦ થી રૂ.ર૫૦૦ના ભાવ રહાં હતા.
ગોંડલ માર્કેટિંગ મથકમાં લાલ ચટ્ટક તીખા તમતમતા મરચાની સત્તાવાર આવકના શ્રી ગણેશ થયા હતા. દ૨ વર્ષે ગોંડલિયા લાલ ચટ્ટક સુકા મરચાની માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહીં પરતુ દૂર દૂર સુધી બોલબાલા જોવાતી હોય છે ત્યારે આ સાલ પણ મરચાની આવકને પગલે વેપારોનો ધમધમાટ વધ્યો છે.
પ્રારંભિક તબક્કામાં સાનિયા, ઓજત અને ૭૦૨ જેવી મરચાની જાતોની ૩૫૦૦૦ ભારીની આવક નોંધાઇ…
પ્રારંભિક તબક્કામાં સાતિયા, ઓજત અને ૭૦૨ જેવી મરચાની જાતોની આવક નોંધાઇ છે, દરમિયાન પ્રતિ મણના ઊંચામાં રૂ.૨૫૦૦ સુધીના ભાવ પડ્યા હતા. દરમિયાન આગામી દિવસોમાં આવકો વધશે તેવા સંકેતો મળી રહ્યા છે.
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન યાદીમાં જણાવાયું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોંડલિયા મરચા સુકાની ૩૫૦૦૦ ભારીની આવક થઇ હતી. જેમાં મુખ્ય સાતિયા, ઓજત, ૭૦૨ જેવા તીખા મરચાની આવકો થઇ હતી. હરાજીમાં પ્રતિ વીસ કિલોના રૂ.૧૫૦૦ થી લઈ રૂ.૨૫૦૦ સુધીના ભાવ બોલાયા હતા.
- ડુંગળીમાં હાલ વેચવાલી ઓછી હોવાથી સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવમાં ઉછાળો
- ગુજરાતના કપાસની આવકમાં ઘટાડા સાથે કપાસના ભાવમાં અનિશ્ચિતતાનો માહોલ
- શિયાળુ ઘઉં વાવેતરમાં બિયારણ ની માંગ નીકળતા ઘઉંના ભાવ માં ઉછાળો
- દિવાળી પછી ગુજરાતમાં મગફળીની આવકમાં ઘટાડો, મગફળીના ભાવમાં ફરી ઉછાળો
હજુ પણ આવનારા દિવસોમાં મરચાની આવકો વધશે, ગત સાલ શરૂઆતમાં જે આવકો થઇ હતી તેની સામે આ વર્ષે આવકોનું પ્રમાણ વધ્યું છે. માકટિંગ યાડમાં તા.૧૧મી નવેમ્બરે મગફળીની આવક ૧ લાખ ગુણીથી વધારે થઇ હતી.
પ્રતિ વીસ કિલોના રૂ.૧૦૦૦ થી રૂ.૧૨૦૦ના ભાવ બોલાયા હતા. દરમિયાન કાચા કપાસની ૨૦ હજાર મણની આવકે પ્રતિ મણના રૂ.૧૦૦૦ થી રૂ.૧૭૦૦ સુધીના ભાવ પડ્યા હતા.