સીંગદાણા અને સીંગતેલમાં ઊંચા ભાવથી ઘરાકી ન હોવાથી મગફળીના ભાવમાં નરમાઈ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળી-સીંગદાણાની બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં. સીંગખોળ સિવાયનાં જટિલમાં ઘટાડો થયો સીંગતેલ ઘટી ગયું છે અને દાણામાં પણ ઊંચા ભાવથી ઘરાકી ન હોવાથી ભાવમાં ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦ નીકળી ગયા છે જેને પગલે સરેરાશ બજારનો માહોલ હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.

મગફળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. રાજકોટમાં મગફળીની શુક્રવારે ૮૫ થી ૯૦ હજાર ગુણીની આવક થઈ હોવાનો અંદાજ છે, જેને પગલે ભાવ અન્ય સેન્ટરોમાં પણ રૂ.૫ થી ૧૦ નરમ હતાં. વેપારીઓ કહે છે કે હવે બજારમાં ટૂંકાગાળામાં ખોળ અને તેલની વધઘટ ઉપર બજારનો આધાર રહેલો છે.

હાલ ગુજરાતમાં સીંગદાણા અને સીંગતેલ બંનેમાં ઘટાડો હોવાથી મગફળીમાં મણે રૂ.પ થી ૧૦ ઘટાડો…

ગોંડલમાં રપ થી ર૬ હજાર ગુણીનાં વેપાર હતા, હજી ૨૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રવિવારે નવી આવકો કરશે. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૨૧૦ના હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧રપના ભાવ હતાં. ર૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૨૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

રાજકોટમાં ૧૮ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૧૦૦૦ થી ૧૧૪૭૦, ૨૪ નૅ. મઠડીમાં રૂ.૧૧૦૦ થી ૧૨૧૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૮૦, ૩૯ નંબરમાં રૂ.૯૭૦ થી ૧૦૮૦, જી-૨૦માં રૂ.૧૦૭૦ થી ૧૧૯૦, બીટી ૩૨ રૂ.૧૦૫૦ થી ૧૧૬૦નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૫૦ અને ૯૯ નંબરમાં રૂ.૧૦૨૦ થી ૧૦૬૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં રપ હજાર બોરીની આવક સામે વેપારો ૨૦ હજાર ગુણીનાં હતાં. ભાવ રૂ.૧૧૦૫ થી ૧૫૩૯નાં હતાં. ડીસામાં ૨૦.૫૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૫૦ થી ૧૩૮૨નાં હતાં.

સીંગદાણા બજાર ભાવ

સીંગદાણામાં ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦નો ઘટાડો હતો. કોમર્શિયલ સીંગદાણામાં લોકલ ઘરાકી પણ ઓછી છે. એચપીએસમાં પણ હવે ઊંચા ભાવથી નતિકાસકારો લેવાલ નથી.

Leave a Comment