જીરૂના વાવેતર ઓછા હોવાથી જીરૂના ઊંચા ભાવ હજુ લાંબા સમય સુધી મળતાં રહેશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

જીરૂના વાવેતરમાં ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ મોટો કાપ મૂક્યો હોઇ વાવેતર ૪પ થી ૫૦ ટકા કપાયું છે. જીરૂના ઊભા પાક પર કમોસમી વરસાદ અને વધુ પડતી ઠંડી પડતાં ૧૦ થી ૧૫ ટકા બગાડ પણ થયો છે.

આવીરીતે જીરૂનો પાક આ વર્ષે ઓછામાં ઓછા ૩૫ થી ૪૦ ટકા કપાશે. જુનો પાક હજુ ઘણો પડયો છે તે નક્કી છે પણ ઊંચા ભાવે જુનો સ્ટોક મોટા પાયે બજારમાં આવી જશે.

જીરૂની આવકનું દબાણ વધ્યા બાદ થોડો સમય જીરૂના ભાવ ઘટશે તે નક્કી છે કારણ કે જૂનો સ્ટોક મોટો હોઈ તેનું વેચાણ અને નવા જીરૂનું વેચાણ એક સાથે બજારમાં આવશે તો જીરૂના ભાવ હાલના ઊંચા ભાવ થી ઘટશે તે નક્કી કરે છે પણ જીરૂના ખેડૂતો જો વેચવામાં ઉતાવળ ન કરે અને થોડો સમય જીરૂને પેક કરીને સાચવી રાખશે તો મોડેથી જીરૂના બહુ જ ઊંચા ભાવ મળશે તે નક્કી છે.

જીરૂના ભાવ મણના રૂ.૩૩૦૦ થી ૩૫૦૦ સુધી હાલ ચાલી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જીરૂમાં મણે રૂ.૧૦૦૦નો વધારો થયો હોઇ નવી આવક વધશે ત્યારે ભાવ થોડા ઘટશે આથી ખેડૂતો બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જીરૂ વેચવાનો નિર્ણય લેશે તો આ વર્ષે જીરૂના ખેડૂતોને સારી એવી કમાણી થશે તે નક્કી છે.

Leave a Comment