મગફળી ભાવ રિપોર્ટ: મગફળીમાં ઘટતા ભાવથી ફરી ભાવમાં સુધારો જોવા મળ્યો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now
Peanut crop apmc market Price Report declining groundnut crop market price agriculture in Gujarat peanut market prices improved

મગફળીનાં ભાવમાં આજે ઘટ્યાં ભાવથી મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે ભારત બંધનાં એલાનમાં મોટા ભાગનાં યાર્ડના વેપારીઓ જોડાય તેવી સંભાવનાએ આવકો ઘટશે. 

આજે મોટા ભાગનાં યાર્ડ બંધ રહે તેવી સંભાવનાં વધારે

ખેડૂતો બંધને સર્મર્થનનાં ભાગ રૂપે યાર્ડમાં મગફળી લઈને ન જાય તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં મગફળીની બજારમાં આવતીકાલે પણ આવકો નહીવત જ રહેશે તેવી સંભાવનાએ ભાવમાં સુધારો થયો હતો.

ગોંડલમાં ૨૩થી ર૪ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦થી ૧૧૧૧, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૭૦નાં ભાવ હતાં.

રાજકોટમાં નવી ૧.૪૦ લાખ ગુણીની આવક હતી અને ૧૭ હજાર ગુણીનાં વેપાર હતા.ભાવ ટીજે ૩૭માં રૂ.૮૨૦થી ૯૨૦, ર૪ નં રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૮૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૫૦, જી-૨૦માં રૂ.૬૬૦થી ૧૦૬૫, ૬૬ નંબરમાં સારો માલ આજે નહોંતો અને નબળામાં રૂ.૭૫૦થી ૮૫૦ અને ૯૯ નં.માં રૂ.૬૯૦૦થી ૯૫૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૧૬૬નાં ભાવ હતાં.


જામનગરમાં ૩૫૦૦ ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૯૦૦ થી ૯૮૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૯૯૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૭૫નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૬૦૦થી ૯૭પનાં ભાવ હતાં. આજે ખાસ સારા માલ ઓછા હતાં.

મહુવામાં ૫૧૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૦૦ થી ૧૧૩૬, જી-પ માં રૂ.૮૮૫ થી ૧૧૧૧ અને જી-૨૦માં રૂ.૮૫૦ થી ૧૦૯૧નાં ભાવ હતાં.

હળવદમાં ૧૩૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૯૦૦થી ૯રપનાં ભાવ હતાં.

હિંમતનગરમાં પથી ૬ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૩૫૫નાં હતાં. ડીસામાં પ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૪૦થી ૧૧૫૧નાં હતાં. પાલનપુરમાં ૪ હજાર ગુણી, પાથાવાડામાં રથી ત્રણ હજાર ગુણી અને ધાનેરામાં ૨૦૦૦ ગુણીની આવક થઈ હતી.

Leave a Comment