મગફળીમાં વેચવાલી ઘટી: સીગદાણા માં ખામી દેખાય હોવાની ફરિયાદો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now
Peanut crop market sales down due to agriculture in Gujarat groundnut crop complaints of defects

મગફળીની બજારમાં શનિવારે સરેરાશ ભાવ મજબૂતહતા અને અમુક ક્વોલિટીમાં પિલાણવાળાની માંગને પગલે રૂ.પથી ૧૦નો મણે સુધારો પણ થયો હતો. બીજી તરફ વાતાવરણમાં ફેરફાર આવતા સીંગદાણાની બજારમાં અસર જોવા લાગી છે.

મગફળીમાં નીચા ભાવથી રૂ.૫ થી ૧૦નો સુધારો જોવા મળ્યો

એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ દિવસથી દિવસ દરમિયાનની ગરમીને કારણે સીંગદાણામાં કુકશ દેખાવા લાગ્યાં છે અને રિજેક્શન વધી રહ્યું છે. જો આવુને આવું રહ્યું તો વેપારો ઘટી જાય તેવી ધારણા છે. બજારમાં નાણાભીડથી જ હાલ વેપારીઓ પરેશાન છે ત્યારે કુકશ વધે તો રિજેક્શન વધે અને તેની ઉલ્ટી અસર બજારને થઈ શકે છે.

ગોંડલમાં શનિવારે ર૪ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૬૦૦થી ૧૧૦૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૬૦, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૦૭૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૬૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૦ હજાર ગુણીનાં વેપાર હતા અને હજી ૧૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૨૦થી ૯૪૦, ર૪ નં રોહીણીમાં રૂ.૮૮૦થી ૧૦૦૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૫૦, જી-ર૦માં રૂ.૯૬૦થી ૧૦૬૦, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૯૫૦ અને ૯૯ નં.માં રૂ.૯૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.


જામનગરમાં ૬થી ૭ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૯૦૦ થી ૧૦૩૫, ૬૬ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦ અને ૯ નંબરમાં નબળા માલનાં રૂ.૬૯૦૦થી ૧૦૧૦ અને સારાનાં રૂ.૧૦૦૦થી ૧૩૭૦નાં ભાવ હતા.

મહુવામાં ૪૭૦૦ ગુણીની આવક હતી અને નવા મગફળીના ભાવ મગડીમાં રૂ.૬૯૨૦ થી ૯૮૨, જી-પમાં રૂ.૬૯૧૫ થી ૧૦૭૨ અને જી-ર૦માં રૂ.૯૦૫ થી ૧૦૭૭નાં ભાવ હતાં.

હળવદમાં ૧૩૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૯૦૦થી ૯રપનાં ભાવ હતાં. હળવદમાં ઉપરમાં રૂ.૨૫ નીકળી ગયાં હતાં.

ઉત્તર ગુજરાતમાં હિમતનગર શનિવારે બંધ હતું. ડીસામાં ૯ હજાર ગુણી, પાલનપુરમાં પ હજાર ગુણી, પાથાવાડામાં રથી અઢી હજાર ગુણી અને ધાનેરામાં ૧૦૦૦ ગુણીની આવક થઈ હતી.

Leave a Comment