એકધારા મગફળીની બજારમાં મણે રૂ.૨પ થી ૫૦ નીકળી ગયા બાદ આજથી વેચવાલીને થોડી બ્રેક લાગી હતી. લગ્નગાળાની સિઝન હજી બે-ત્રણ દિવસ છે, પંરતુ ત્યાર બાદ વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. મગફળીની બજારમાં હવે વધુ ઘટાડો થશે કે નહીં તેનો આધાર સિંગદાણા ઉપર પણ રહેલો છે.
હાલમાં સીંગદાણાની બજારમાં નાણાભીડ થોડી વધી છે અને કેટલીક પાર્ટીનાં પેમેન્ટ સમયસર આવતા નથી, પરિણામે બજારમાં નવા વેપારો પ્રમાણમાં ઓછા થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં સીંગતેલમાં પણ સુધારો થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે.
ગોંડલમાં ર૮ થી ર૯ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૬૦ના હતા. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૫૦ના ભાવ હતાં. ર૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં. ૩૭ નંબરમાં ઉચામાં રૂ.૧૧૦૦ સુધીનાં જ ભાવ હતાં.
- ગુજરાતમાં કપાસમાં ખરીદી સતત ઘટતાં કપાસના ભાવમાં ઘટાડો
- ઘઉંના વાવેતરની પ્રક્રિયા શરૂ થતા, નવી સીઝન સુધી ઘઉંના ભાવ વધશે
- ગુજરાતમાં ઠંડી પડતા લસણની બજારમાં હવે સુધારો દેખાય તેવી સંભાવનાં
- ડુંગળીની બિયારણની માંગ વધતા ડુંગળીના ભાવમાં મજબૂતાઈ
મગફળીની વેચવાલી ગુજરાતમાં વધે તો ભાવમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાં…
રાજકોટમાં વેપારો ૧૦ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૧૦૨૦ થી ૧૧૫૦, ૨૪ નં. મઠડીમાં રૂ.૧૦૫૦ થી ૧૧૫૦૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૪૦ થી ૧૧૨૦, ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૮૦, જી-૨૦માં રૂ.૧૦૩૦ થી ૧૧૪૦, બીટી ૩૨ રૂ.૧૦૦૦ થી ૧૦૫૦ અને સુપરમાં રૂ.૧૧૦૦ થી ૧૧૨૦નાં ભાવ હતાં.
હિંમતનગર ૨૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૯૦ થી ૧૫૨પનાં હતાં.
ડીસામાં ૮ થી ૯ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૧૧ થી ૧૨પરનાં હતાં.