ગુજરાતમાં લસણની બજારમાં ખરીદી ઘટતા લસણના ભાવમાં બે તરફી અથડામણ

WhatsApp Group Join Now
Telegram Group Join Now


હાલ લસણનાં બજારમાં ભાવ બે તરફી અથડાય રહ્યાં છે. ગુજરાતમાં હાલ ગોંડલ સિવાય ક્યાંય તેનાં વેપાર થતા નથી. વળી લોકડાઉનને કારણે લસણની માંગ ઠંડી હોવાથી લસણનાં વેપારો પણ સરેરાશ બહુ ઓછા થઈ રહ્યાં છે અને ભાવ રૂ.૪૦૦ થી ૧૦૦૦ની વચ્ચે પ્રતિ ૨૦ કિલો બોલાય રહ્યા છે.

લસણની માંગ કોરોના વાયરસ જાય પછી હોટલ-રેસ્ટોરન્ટ સેકટરની ખુલે તો જ વધે તેવી ધારણાં છે, પરિણામે હાલ ટૂંકાગાળામાં લસણના ભાવ માં કોઈ સુધારો થવાની ધારણાં નથી.


ખેડૂતોએ જો લસણ નબળી ક્વોલિટીનું હોય કે બગડી જાય તેવું હોય તો લસણનું હાલ પુરતું વેચાણ કરી દેવામાં મજા છે. આગળ ઉપર નબળા લસણનાં ભાવ બહુ સુધરશે નહીં.

અને વધુ બગડી જશે તો પાછળથી પણ નીચા ભાવથી વેચાણ કરવું પડશે. જેમની પાસે સારો માલ પડ્યો છે તેનાં ભાવ આગળ ઉપર મણનાં રૂ.૧૪૦૦ થી ૧૬૦૦ સુધી આવે તેવી ધારણાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment